ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 1 જૂન 2016 (12:02 IST)

મુસલમાનોને આતંકવાદના કેસમાં ફંસાવવાની ચિંતાની વાત - કાયદા મંત્રી ગૌડા

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ મંગળવારે કહ્યુ છે કે મુસલમાનોને આતંકવાદના ખોટા મામલે ફંસાવવા ચિંતાની વાત છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે મુસ્લિમ યુવાઓ વિરુદ્ધ ખોટા કેસ લગાવવાથી તેઓ ચિંતિત છે અને તેમને પછી પુરાવા ન હોવાને કારણે મુક્ત કરવામાં આવે છે. ગૌડા અલીગઢમાં મોદી સરકારની 2 વર્ષની ઉપલબ્ધિયો બતાવવા ઉજવાય રહેલ વિકાસ પર્વમાં ભાગ લેવા આવ્યા હતા. 
 
તેમણે કહ્યુ હતુ કે, આતંકના ખોટા આરોપોના આધારે મુસ્લિમ યુવાનોની ધરપકડ કરવી એ ચિંતાનો વિષય છે અમે તેમાં ફેરફારો લાવવા અંગે વિચારી રહ્યા છીએ. લો કમીશન આ મામલાની કાનૂની પ્રક્રિયામાં ફેરફારો લાવવા માટે રિપોર્ટ તૈયાર કરી રહેલ છે. સુપ્રિમ કોર્ટના જજ્ના નેતૃત્વમાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમની સાથે અનેક કાનૂની નિષ્ણાંતો પણ રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે.
 
   કાનૂન મંત્રીએ આ વાત એ સમયે કરી કે જયારે તેમને મુસ્લિમ યુવાનો પર આતંકના ખોટા આરોપો લગાવવા અને તેઓ છુટયા બાદ તેમની સામે આવતી સમસ્યાઓ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે, ગયા સપ્તાહે ગૃહમંત્રી રાજનાથસિંહે પણ આ મુદો ઉઠાવ્યો હતો. તેમણે સરકારના આતંક સંબંધ મામલાને લઇને દ્રષ્ટિકોણ બદલાયો હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે પોલીસને વિવેકથી કામ લેવા જણાવ્યુ હતુ.
 
   ગોડાએ કહ્યુ હતુ કે, લો કમીશન મુસ્લિમ યુવાનને આતંકના મામલે ધરપકડ કરવાથી લઇને ક્રિમીનલ પ્રોસીઝરમાં ફેરફારની તૈયારી કરી રહેલ છે જે હેઠળ બેલ અને પ્રોસીકયુશનમાં થનારી અડચણોને દુર કરાશે. અત્રે એ નોંધનીય છે કે, હાલમાં દિલ્હીથી જૈશ સાથે સંબંધ રાખવાના આરોપમાં 10 શંકાસ્પદોની ધરપકડ થઇ હતી અને સાતને છોડી મુકાયા હતા.
 
   નિષ્ણાંતોના કહેવા મુજબ ત્રાસવાદી હોવાના આરોપમાં અનેક મુસ્લિમ યુવકોને જેલમાં મોકલી દેવાય છે. અનેક વર્ષો આરોપીના રૂપમાં જેલમાં પસાર કર્યા બાદ તેને છોડી મુકાઇ છે તે પછી બહારની દુનિયા સાથે તે એડજસ્ટ થઇ શકતો નથી. હાલમાં જ બાબરી બ્લાસ્ટ કેસમાં નિસારૂદ્દીન અહેમદ જેલમાં 23  વર્ષ પસાર કર્યા બાદ છુટયો હતો. મોહમદ આમીરખાન પર લાગેલા 19માંથી 17 કેસ સમાપ્ત થઇ ગયા છે પણ તેને 14 વર્ષ જેલમાં રહેવુ પડયુ