શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચંડીગઢ , ગુરુવાર, 26 નવેમ્બર 2015 (15:44 IST)

શિવસેનાનું એલાન - આમિર ખાનને થપ્પડ મારો અને એક લાખ રૂપિયા ઈનામ મેળવો

અભિનેતા આમિર ખાનના અસહિષ્ણુતાવાળા નિવેદનને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. હવે શિવસેનાએ એલાન કર્યુ છેકે આમિરને થપ્પડ મારનારાને દરેક થપ્પડના બદલામાં એક લાખ રૂપિયાનુ ઈનામ આપવામાં આવશે. મીડિયાની કેટલીક રિપોર્ટ મુજબ જે કોઈપણ આમિર ખાનને થપ્પડ મારશે તેને એક લાખ રૂપિયા ઈનામના રૂપમાં આપવામાં આવશે. 
 
શિવસેનાની પંજામ એકમના અધ્યક્ષ રાજીવ ટંડને કથિત રૂપે આ ઈનામની જાહેરાત કરી છે. લુઘિયાનામાં બુઘવારે આમિર ખાનના વિવાદિત નિવેદનને લઈને હિંદૂ સંગઠનોએ વિરોધ બતાવ્યો અને લુધિયાણાના જે હોટલમાં આમિર રોકાયા છે તેની બહાર બુઘવારે જોરદાર હંગામો કર્યો. શિવસેનાના શહેરના એમબીડી મૉલના હોટલ રેડિશનની બહાર પ્રદર્શન કરતા આમિર વિરુદ્ધ નારેબાજી પણ કરી. 
 
ઉલ્લેખનીય છેકે આમિર ખાન દિલ્હીમાં એક સમારંભમાં વાતચીત દરમિયાન છેલ્લા છ થી આઠ મહિનામાં અસહિષ્ણુતાની ઘટનાઓ વધતા નિરાશા વ્યક્ત કર્યા પછી તેઓ વિવાદોમાં ઘેરાયા છે. આમિરે કહ્યુ હતુ કે હુ અને કિરણ જીવનભર ભારતમાં રહ્યા છે.  તેમણે પહેલીવાર કહ્યુ કે શુ આપણે દેશમાંથી બહાર જતા રહેવુ જોઈએ.  તેમને પોતાના બાળકને લઈને ચિંતા છે.  તે આ વાતને લઈને ચિંતિત છેકે આપણા આસપાસનું વાતાવરણ કેવુ હશે.  તેમણે પુરસ્કાર પરત કરનારા લોકોનુ પણ સમર્થન કરતા કહ્યુ  હતુ કે પુરસ્કાર પરત કરવો કલાત્મક લોકો દ્વારા પોતાના અસંતોષ અને નિરાશાને વ્યક્ત કરવાની એક રીત છે. 
 
બીજી બાજુ આમિર વિરુદ્ધ લખનૌમાં શિવસેના કાર્યકર્તાઓએ અગાઉ તેના પૂતળાની શબયાત્રા કાઢી અને પછી પુતળાનુ દહન પણ કર્યુ. શિવસેનાના કાર્યકર્તાઓનુ કહેવુ છે કે આ દેશની અખંડતા માટે સંકટ છે. આ દેશમાં બધા ધર્મોના લોકો સુરક્ષિત છે.  એક કલાકારે આવુ નિવેદન ન આપવુ જોઈએ. બીજી બાજુ હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ બુધવારે મુંબઈના ઉપનગરીય ક્ષેત્ર બાંદ્રા સ્થિત આમિરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. આ પરિસ્થિતિને ધ્યાનમાં મુકતા  આમિર ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી.