ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2016 (23:53 IST)

Money Laundering Case-પૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળની ધરપકડ

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળની આજે સાંજે પ્રવર્તન નિદેશાલય (ઇડી) દ્વારા મહારાષ્ટ્ર સદન કૌભાંડના સંદર્ભમાં એક કાળાં નાણાંને સફેદ કરવાના કિસ્સામાં ધરપકડ કરાઈ હતી.

પૂર્વ મુખ્યમંત્રીની આજે ઇડીના અધિકારીઓની એક ટુકડીએ નવ કલાક કરતાં વધુ સમય માટે પૂછપરછ કરી હતી. તેમને આવતીકાલે ન્યાયાલય સમક્ષ રજૂ કરાશે.

ઇડીએ ૮ માર્ચે ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ કરેલી ફરિયાદના સંદર્ભે ભુજબળને બોલાવ્યા હતા. ભુજબળ સામે નવી દિલ્લીમાં નવા મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં કથિત ગેરરીતિઓના સંદર્ભે કાળાં નાણાંને સફેદ કરતા અટકાવતા કાયદા અને વિદેશી હુંડિયામણ પ્રબંધન કાયદા હેઠળ કેસ નોંધાયા છે. આ કૌભાંડ અબજો રૂપિયાનું છે.

ભૂજબળ વિધાન પાર્ષદ જિતેન્દ્ર અવહાદ સાથે સવારે અંદાજે સાડા અગિયાર વાગે કડક સુરક્ષા વચ્ચે દક્ષિણ મુંબઈમાં પ્રવર્તન નિદેશાલયની ઓફિસ પહોંચ્યા હતા. આ બાદ તેમની 10 કલાક પૂછપરછ કરાઈ હતી. રાત્રે 10 વાગ્યાના આસપાસ ઈડીએ ભૂજબળને ધરપકડ કરાયાની પુષ્ટિ કરી હતી.

આ મામલે પૂર્વ મંત્રીના ભત્રીજા સમીરને ગત મહિનામાં ધરપકડ કરાઈ ચૂકી હતી. હાલ સમીર મુંબઈની કડક સુરક્ષાવાળી આર્થર રોડ જેલમાં બંધ છે. ગત મહિનામાં પ્રવર્તમાન નિદેશાલયે ભૂજબળના પુત્ર પંકજની પણ પૂછપરછ કરી હતી. મુંબઈ પોલીસની એફઆઈઆરના આધાર પર ઈડીએ દિલ્હીના મહારાષ્ટ્ર સદન નિર્માણ કૌભાંડ તથા કલીના જમીન ગેરકાયદેસર લઈ લેનાર મામલે પીએમએલએના પ્રાવધાનો અંતર્ગત ભૂજબળ તથા અન્ય કેટલાકોના વિરુદ્ધ બે કેસ ફાઈલ કર્યા છે.