ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી , સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (11:57 IST)

ચીનની ધુસણખોરી અટકાવવા ભારતીય સૈનિકે 15 બટાલિયન ખડકી

લદ્દાખના ચુમાર વિસ્તારમાં ચીનની ધુસણખોરી અટકાવવાનું નામ નથી લઈ રહી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)એ ભારતીય સરહદમાં પોતાના 7 તંબુ તાણી દીધા છે અને ત્યાથી જવાનો કોઈ સંકેત પણ આપી રહ્યા નથી. 
 
જો કે સામે પક્ષે ભારતીય સૈન્યને પણ પૂર્વ લદાખમાં તેની 15 બટાલિયનો ખડકી દઈને હાઈ સરહદને એલર્ટ મોડમાં મુકી દીધી છે. સરહદી સમસ્યાને લઈને બંને દેશો વચ્ચે અગાઉની ત્રણ ફ્લેગ મીટિંગમાં કોઈ ઉકેલ ન આવતા બોર્ડર પર સૈનિક હિલચાદ એકદમ વધી ગઈ છે. 
 
સરકારી અહેવાલ મુજબ શનિવારે લેહથી 300 કિલોમીટર દૂર આવેલા ચુમાર વિસ્તારમાં ચીની સૈનિકોએ જબરદસ્તી ઘૂષણખોરી કરી હતી અને ભારતીય સૈનિકોની વારંવાર ચેતાવણી હોવા છતા ચીની સૈનિકોએ ત્યા તંબુ તાણી દીધા હતા. આ ઉપરાંત પીએલએના લગભગ 100 જેટલા જવાનોને પોઈંટ 30 આર ચોકી પાસે પણ જોવામાં આવ્યા હતા. આ ચોકી ભારતીય સૈનિકો માટે ઘણી મહત્વની છે. કારણ કે ત્યાથી ભારત ચીનની સરહદમાં અંદર સુધી નજર રાખી શકે છે. 
 
ભારતીય લશ્કરે પણ ચુમાર ડેમચોક, કીઆરી અને તંગત્સે વિસ્તારોમાં પાંચ બટાલિયન મુકી છે.