ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (15:18 IST)

ચીનના પ્રેસીડેંટ જીનપીંગનો અમદાવાદમાં 5 કલાકનો કાર્યક્રમ

.
ચીનના પ્રેસીડંટ ઝી જીનપીંગ અમદાવાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આજે અમદાવાદમાં લગભગ પાંચેક કલાક ગાળનારા જીનપીંગનો સમગ્ર દિવસ વ્યસ્તતા ભર્યો છે.  જાણો જીનપિંગની અમદાવાદમાં શુ દિનચર્યા રહેશે. 
 
ઝી જીનપીંગ બપોરે 2-20 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. અહી ગુજરાતના ગવર્નર મુખ્યમંત્રી રાજ્યના કેબિનેટ મંત્રીઓ હાજર રહી જીનપીંગનુ સ્વાગત કરશે. અહી ચીનના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.  એરપોર્ટ પર ગુજરાતની લોકસંસ્કૃતિના નૃત્યુ દ્વારા તેમનુ સ્વાગત થશે.  
 
એરપોર્ટ પરથી જીનપીંગ અમદાવાદની વસ્ત્રાપુર સ્થિત હોટલ હયાત ખાતે પ્રસ્થાન કરશે. હોટલ હયાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનપીંગનું સ્વાગત કરશે. અહી ચીનના રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગ અને ભારતના વડાપ્રધાન મોદી 15-20 મિનિટ સુધી વ્યક્તિગત ચર્ચા કરશે. 
 
-ચીનના પ્રેસીડેંટ આ મુલાકાત પછી હોટલમાં અડધો કલાક આરામ કરશે. જે બાદ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે મંત્રણા કરશે.  
 
હોટલ હયાતમાં ચીનની બે કોર્પોરેટ કંપનીઓ સાથે ગુજરાતના સરકારનો કરાર સહિત અમદાવાદ સાથે ચીનના એક શહેરનો કરાર કરાશે. 
-જીનપીંગ હોટલ હયાતમાંથી નીકલી સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. અહી પીએમ મોદી અને સીએમ આનંદીબેન તેમનુ સ્વાગત કરશે. સાબરમતી આશ્રમમા6 હ્રદયકુંજની મુલાકાત કરશે. જ્યા રાજ્યના શિક્ષણમંત્રીઓ હાજર રહેશે.  
 
- સાબરમતી આશ્રમથી નીકળી જીનપિંગ સાબરમતી રિવરફ્રંટ આવવા રવાના થશે. 
 
- સાંજે 5.30 કલાકે રિવરફ્રંટ પહોંચ્યા બાદ પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને મહાનુભાવો રિવરફ્રંટ પર વોક ધ ટોક એટલેકે ચાલતા ચાલતા ચર્ચા કરશ્ જે દરમિયાન રાસ ગરબા ડાંગી નૃત્ય સહિતના પારંપારિક નૃત્યો બતાવાશે. અહી એમ્ફી થિયેટર બનાવાયુ છે. 
 
- મોદી જીનપિગના અડધા કલાકની મુલાકાત પછી ડિનરમાં કેબિનેટ મંત્રીઓ અને 11 ચીની ડેલીગેટ્સ સહિત કુલ 22 મહેમાનોને સંપૂર્ણ ગુજરાતી થાળી પીરસવામાં આવશે. 
 
- સાંજે 7-30 કલાકે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી દિલ્હી જવા જિંનપિંગ રવાના થશે.