ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 1 ઑગસ્ટ 2015 (12:41 IST)

'કોમેન' ને કારણે ગુજરાત સહિત 4 રાજ્યોમાં જોરદાર વરસાદની આગાહી

બંગાળની ખાડીમાંથી ઉઠેલુ કોમેન નામના વાવાઝોડાની ગતિ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગ સાથે અથડાયા પછી ભલે ઓછી થઈ ગઈ હોય પણ તેની અસરને કારણે હજુ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં જોરદાર વરસાદની આશંકા બતાવાય રહી છે. 
 
ઓડિશાની રાજધાની ભુવનેશ્વર સ્થિતિ મોસમ વિભાગ મુજબ 2 ઓગસ્ટ સુધી જોરદાર વરસાદ ચાલુ રહેશે અને હવાઓની ગતિ 64 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા છે. ઓડિશાના અનેક જીલ્લા પહેલા જ ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યા છે અને પૂરની અસર 5 લાખથી વધુ લોકો પર પડી છે. 
 
મોસમના વધુ બગડવાને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બંદરો પર એલર્ટ રજુ કરી દેવામાં આવ્યુ છે. સાથે જ માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતાવણી પણ આપવામાં આવી છે. 
 
વરસાદથી વધી મુશ્કેલી 
 
દેશના પશ્ચિમથી લઈને પૂર્વી ભાગ સુધી વરસાદની માર પછી તબાહીની હાલત છે. ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા એક દિવસથી વરસાદ રોકાયો છે. પણ હાલત ખરાબ છે. બીજી બાજુ ઓડિશામાં અનેક જીલ્લામાં લાખો લોકો પર વરસાદની મર પડી છે. બીજી બાજુ વરસાદનુ અનુમાન પણ લગાવાય રહ્યુ છે. 
 
નર્મદા નદીનો ઝડપી વહેણનુ કારણ તેના કૈચમેંટ એરિયામાં થયેલ ભારે વરસાદ છે. જેને કારણથી ગુરૂવારના અનેક કલાક તે નદી છલકાતી રહી. તેજ ધારમાં ફક્ત સળિયા જ ટકી શક્યા છે. બાંધ લબાલબ ભરાયો છે. અને સરકારે હાલત પર સતત નજર રાખી રહી છે. વરસાદને કારણે અનેક કારણોથી હાલત ખરાબ છે. ખેડા જીલ્લામાં તો બચાવ માટે હેલીકોપ્ટરની મદદ લેવી પડી. 
 
બીજી બાજુ સાબરમતી પણ ઉમડતી દેખાય રહી છે. બાંધથી 1.80 લાખ ક્યુસેક પાણી છોડ્યા પછી ખેડા જીલ્લાના અનેક ગામ પાણીમાં ડૂબી ગયા. શ્રીજી પુરા નામના ગામમાં ફસાયેલા કેટલાક મજુરોને બંબાવાળાઓએ બોટ દ્વારા સુરક્ષિત કાઢ્યા. 
 
પડોશી રાજસ્થાનની હાલત પણ ખાસ્સી દયનીય છે. 6 દિવસોથી સતત થી રહેલ વરસાદથી ખેતી, રસ્તા અને મકાન પાણીમાં ડૂબ્યા છે. લૂણી નદી ઉફાન પર છે. પાણી કાઢવાના પંપ તો લાગ્યા છે પણ વરસાદ આગળ બધા પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્થાનીક ધારાસભ્ય મુજબ લગભગ 500 કાચા મકાન વહી ગયા. જ્યારે કે દર વર્ષના દુકાળના માર્યા આ વર્ષે પૂરની આફતમાં ધેરાય ગયા છે. 
 
બીજી બાજુ દેશના પૂર્વી રાજ્ય તોફાની વરસાથે બેહાલ છે. જ્યા બંગાળની ખાડીમાંથી ઉઠેલા વાવાઝોડા કોમેનને કારણે ઉડીસા અને પશ્ચિમ બંગાળમાં પૂરની હાલત છે. ઓડિશાના પાંચ જીલ્લાના લગભગ 350 ગામ અને પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે. આ સુવર્ણરેખા અને વૈતરણી નદીઓ ઉભરાય રહી છે. બાલાસોર ભદ્રક જાજપુર અને અંગૂલ જીલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જ્યા રાહત અને બચાવ માટે રાહત ટીમો મોકલી છે. બાલાસોરમાં ત્રણ લોકોના મરવાના સમાચાર છે. 
 
બીજા બાજુ પશ્ચિમ બંગાળના વર્ધમાન અને ચૌબીસ પરગનામાં ચારેબાજુ પાણી જ પાણી દેખાય રહ્યુ છે. બાઈક અને બસો ફક્ત એ જ વિશ્વાસ પર ચાલી રહી છે કે નીચે રોડ છે. તો બીજી બાજુ ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પૂરને કારણે લોકો પોતાના સામાન સાથે સુરક્ષિત સ્થાન પર નીકળી પડ્યા છે.