શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 જૂન 2015 (12:00 IST)

સંસારની બધી મુશ્કેલીઓનું સમાધાન હિન્દુ ધર્મ - અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ દ્વારા હિંદુત્વનો રાગ આલાપવામાં આવ્યો છે. સમય સમય પર સાંસદ સાક્ષી મહારાજ અને અનેક હિદુવાદી નેતા હિંદુત્વના મુદ્દે જુદા જુદા નિવેદનો આપી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા તાજેતરમાં જ હિંદુત્વવાદી નિવેદનબાજી કરવાના મામલાને  રાજનીતિક હવા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છેકે હિન્દુ ધર્મ દુનિયાની બધી પરેશાનીઓનુ સમાધાન કરવામાં સક્ષમ છે. આ ધર્મમાં બધી પરેશાનીઓનું સમાધાન છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિશ્વવિદ્યાલયના સભાગૃહમાં રાષ્ટ્રપતિ એપીજે કલામની પુસ્તક ટ્રાંસેંડ્સ - માય સ્પિરિચ્યુઅલ એક્સપીરિયંસિસ વિથ પ્રમુખ સ્વામીજીના વિમોચન પર તેઓ શ્રોતાગણને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે શ્રોતાઓને સંબોધિત કરતા કહ્યુ કે હિંદુ ધર્મમાં દુનિયાની બધી પરેશાનીઓનું સમાધાન છે.  હુ જન્મથી હિંદુ છુ તેથી આવુ નથી કહી રહ્યો. સોહરાબુદ્દીન શેખ બનાવટી એનકાઉનંટરને યાદ કરતા તેમને ખુદ પર બે વર્ષો સુધી ગુજરાત પ્રવેશ પર લગાવેલ રોકને લઈને કહ્યુ કે બે વર્ષ સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો તો તેઓ ભારતના દરેક ધાર્મિક સ્થળ પર ગયા. આ દરમિયાન તેમણે જ્યોર્તિલિંગ અને શક્તિપીઠોના દર્શનોનુ સૌભાગ્ય પણ મળ્યુ અને તેમણે ત્યાથી આર્શીવાદ મેળવ્યા.  જો કે તેમણે ગુજરતના સોમનાથ મંદિરના દર્શન ન કરી શકવાનો અફસોસ રહ્યો.  આ દરમિયાન તેમણે કહ્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિંદુ પરંપરાને એક નવુ રૂપ આપવામાં આવ્યુ. તેમણે આ સંપ્રદાયના ધાર્મિક કાર્યો પર ખુશી બતાવી.