ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 21 નવેમ્બર 2016 (11:16 IST)

આજે ફરી સવારે ATM પર પહોંચ્યા રાહુલ ગાંધી, લાઈનમાં ઉભા રહેનારા લોકો સાથે કરી વાત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે પૈસા માટે એટીએમની લાઈનમાં લાગેલા લોકોને મળવા દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પહોંચી ગયા. જહાંગીરપુરી પછી રાહુલ ગાંધી ચદ્રલોક વિસ્તારમાં પણ એટીએમની બહાર ઉભા રહેલા લોકોને પણ મળ્યા. 
 
સવાર સવારે પહોંચીને રાહુલ ગાંધીએ એટીએમની બહાર લાઈનમાં ઉભા રહેલા લોકો સાથે વાત કરી અને તેમને આવનારી મુશ્કેલીઓ વિશે પૂછ્યુ.  ઉલ્લેખનીય છે કે પહેલા પણ રાહુલ ગાંધીએ બેંક અને એટીએમમાં લાઈનમાં ઉભા રહેનારા લોકો સાથે વાતચીત કરી હતી. 
 
આ અગાઉ સંસદ માર્ગ સ્થિત ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)ની શાખામાં પહોંચેલ રાહુલે સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને 500 અને 1000 રૂપિયાના પોતાના જૂના નોટ બદલાવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી મુંબઈના વકોલામાં એક એટીએમ બહાર પહોંચ્યા અને લાઈનમાં લાગેલા વડીલો અને મહિલાઓની પરેશાની પૂછી. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તેમને એ વાત નહી સમજાય કે કેન્દ્ર સરકારના આ પગલાથી લોકોને કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
સંસદમાં આજે પણ હંગામો 
 
આજે એકવાર ફરી સંસદમાં નોટબંદીને લઈને હંગામાની શકયતા છે. શુક્રવારે હંગામાને કારણે બંને સદનોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.