શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: આગરા. , બુધવાર, 5 ઑક્ટોબર 2016 (11:58 IST)

શહીદ સૈનિક પર પોતાની ટિપ્પણીને લઈને ઓમપુરીએ માંગી માફી

શહીદ થયેલ ઈટાવાના જવાન નિતિન યાદવ પર એક ટીવી ચેનલના લાઈવ કાર્યક્રમમાં ટિપ્પણી કરવી ફિલ્મ કલાકાર ઓમપુરીની મુશ્કેલી વધી શકે છે.  શહીદ સૈનિક પર વિવાદાસ્પદ નિવેદન આપીને ઘેરાયેલ અભિનેતા ઓમપુરીએ માફી માંગી લીધી છે. ઓમપુરીએ કહ્યુ કે દેશની જનતા જો મને કોઈ સજા આપવા માંગે છે તો એ માટે હુ તૈયાર છુ. ઉલ્લેખનીય છે કે બારામૂલામાં થયેલ શહીદ સૈનિક નિતિન યાદવને લઈને ઓમપુરીએ કહ્યુ હતુ કે તેને સૈનિકમાં ભરતી થવા માટે કોને કહ્યુ હતુ ? 
 
બોલીવુડ કલાકાર ઓમપુરીએ સેના પર આપેલ નિવેદનથી દેશ ગુસ્સામાં છે. દેશભરમાં ઓમપુરીના નિવેદનની ખૂબ નિંદા થઈ રહી છે. બોલીવુડમાં પણ ઓમપુરીના નિવેદનને લઈને નારાજી બતાવાય રહી છે. નેતાથી લઈને અભિનેતા સુધી બધા ઓમપુરીને તેમના નિવેદન માટે આડા હાથે લઈ રહ્યા છે. 
 
એકબાજુ અનુપમ ખેરે ટ્વીટ કરી ઓમપુરીના નિવેદન પર દુખ બતાવ્યુ છે તો બીજી બાજુ શહીદને અંતિમ વિદાય આપવા ઈટાવા પહોંચેલ યૂપીના કેબિનેટ મંત્રી શિવપાલ યાદવે પણ ઓમપુરીના નિવેદનને શરમજનક બતાવ્યુ અને કહ્યુ કે આવા લોકોને ગદ્દાર બોલવા જોઈએ.  ઉલ્લેખનીય છે કે એક પ્રાઈવેટ ચેનલના શો હમ તો પૂછેંગે દરમિયાન ઓમપુરીએ શહીદ જવાન નિતિન પર કહ્યુ હતુ કે તેને કોણે કહ્યુ હતુ સૈનિકમાં ભરતી થવાનુ ? 
 
બોલીવુડ કલાકાર અનુપમ ખેરે ટ્વીટ કરી કહ્યુ કે ઓમપુરીના નિવેદનથી તેમને દુખ થયુ છે. તેમણે લખ્યુ કે હુ તમારી ઈજ્જત કરુ છુ પણ ગઈકાલે ટીવી પર દેશના સૈનિક વિશે તમારી વાત સાંભળીને દુખ થયુ.