શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (11:39 IST)

AAPના સંરક્ષક શાંતિ ભૂષણ બોલ્યા, કિરણ બેદી એટલી જ યોગ્ય સીએમ કેંડિડેટ છે જેટલા કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંરક્ષક શાંતિ ભૂષણે બીજેપીની સીએમ કેંડિડેટ કિરણ બેદીના વખાણ કર્યા છે. તેમણે અંગ્રેજી છાપુ 'ઈકોનોમિક્સ ટાઈમ્સ' સાથેની વાતચીતમાં કહ્યુ કે કિરણ બેદી એટલી જ યોગ્ય સીએમ કેંડિડેટ છે જેટલા કેજરીવાલ. શાંતિ ભૂષણે કહ્યુ, 'કિરણ બેદીને સીએમ કેંડિડેટ બનાવવી એ બીજેપીનો માસ્ટરસ્ટ્રોક છે.' 
 
શાંતિ ભૂષણે કહ્યુ. 'હુ કિરણને સારી રીતે જાણુ છુ. જો તે દિલ્હીની મુખ્યમંત્રી બને છે તો દિલ્હીને ખૂબ જ ઈમાનદાર સરકાર આપશે. જો તે જીતે છે અને સરકાર બનાવે છે તો લોકો ખુશ થશે. જો કે તેમણે એ પણ કહ્યુ કે તેઓ કિરણ બેદીના વખાણ કરી રહ્યા છે તેનો મતલબ એ નથી કે તેમને બીજેપી પસંદ છે. 
 
ભૂષણે કહ્યુ કે બીજેપીનો એજંડા સાંપ્રદાયિક છે. તેથી તે તેમનો વિરોધ કરે છે. તેમણે કિરણ બેદીને સેક્યુલર અને ઈમાનદાર બતાવતા કહ્યુ કે જો તે આપ તરફથી મુખ્યમંત્રી બનતી તો વધુ સારુ થતુ. 
 
અન્ના હજારેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે તેમના આંદોલનનો ભાગ રહેનાર કોઈ એક વ્યક્તિ હવે દિલ્હીનો સીએમ બનવાનો છે. આ વાતથી તેમણે ખુશ થવુ જોઈએ. શાંતિ ભૂષણ આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી એક છે તેમના પુત્ર પ્રશાંત ભૂષણ હજુ પણ પાર્ટીના સક્રિય સભ્ય છે.