ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (10:46 IST)

દિલ્હીમાં બેંકની કૈશ વૈન લઈને ભાગેલ ડ્રાઈવરની ધરપકડ, 22.5 કરોડ જપ્ત

દિલ્હીમાં 23 કરોડની ચોરી મામલે પોલીસે આરોપી ડ્રાઈવર પ્રદીપ શુક્લાને ઘટનાથી થોડે દૂર જ પકડી પાડ્યો. પોલીસ મુજબ આરોપી ડ્રાઈવરે આ પૂરી ઘટનાને એકલા હાથે અંજામ આપ્યો અને દિલ્હીની સૌથી મોટી ચોરી એ માટે કરી નાખી કે તે પોતાની કંપનીના અધિકરીઓથી એ વાતને લઈને નારાજ હતો કે તેને ઓછો પગાર પણ આપે છે અને કામ વધુ કરાવે છે. 
 
22 કરોડ રૂપિયા જપ્ત 
 
પોલીસે ચોરી કરેલ બધી જ કેશ લગભગ સાઢા 22 કરોડ જપ્ત કરી લીધી છે. પોલીસના સૂત્રો મુજબ ગુરૂવારે સાંજે લગભગ 6 વાગ્યે વિકાસપુરીની એક્સેસ બેંક સાથે SIS કંપનીની ચાર કેશ વેન નીકળી. જેમા લગભગ 38 કરોડ રોકડ હતી. આ બધી કેશ વેનને જુદા જુદા એટીએમમા પૈસા નાખવાના હતા. તેમાથી જે કૈશ વૈનને પ્રદીપ શુક્લા ચલાવી રહ્યા હતા તેમા સૌથી વધુ રૂપિયા 22.5 કરોડ હતા. આ કૈશ વૈનને ઓખલા વિસ્તારમાં પહોંચવાનુ હતુ. પણ જેવી કૈશ વૈન ઓખલા મંડી પાસે પહોંચી વૈનમાં રહેલ ગનમૈન વિનય પટેલે ટોયલેટ જવાની વાત કરી. ડ્રાઈવર પ્રદીપે કૈશ વૈનને રોકીને વિનયને ઉતાર્યો અને વૈનને ઝડપથી આગળ લઈ નીકળી ગયો. 
 
ચોરીના પૈસાથી સૌ પહેલા કપડા અને ઘડિયાળ ખરીદી. 
 
વિનયે પ્રદીપને ફોન કરીને એ પૂછ્યુ કે વૈનને કયા લઈ જઈ રહ્યો છે તો પ્રદીપે કહ્યુ કે અહી ટ્રાફિક વધુ છે. વેનને આગળ ઉભો કરુ છુ. ત્યારબાદ પ્રદીપ ઓખલા મંડીમાં જ મર્સિડિઝના જૂના શોરૂમ પાછળ બનેલ ગોદામમાં કૈશ વૈન લઈ ગયો અને ત્યા એક વૃદ્ધ ગાર્ડને તેણે કહ્યુ કે આ મારો સામાન છે તેને રાખી લો. મારી પાસે હાલ ગાડી નથી. સવારે બીજી ગાડી લઈને આવીશ ત્યારે આને લઈ જઈશ.  ત્યારબા પ્રદીપ રૂપિયાથી ભરેલ બેગ એ ગોદામમાં મુકી અને ખાલી વૈન ગોવિંદપુરી મેટ્રો સ્ટેશન પાસે ઉભી કરી દીધી અને ત્ય્હાથી પરત આવ્યો.  પછી તેણે એ રૂપિયામાંથી 11 હજાર રૂપિયા કાઢીને પોતાને માટે કપડા અને ઘડિયાળ ખરીદી અને પરત આવીને ગોદામમાં સૂઈ ગયો. 
 
બલિયાનો રહેનારો છે પ્રદીપ 
 
પોલીસ તપાસમાં એ જાણ થઈ કે પ્રદીપ ઓખલા મુબારકપુરમાં રહે છે. મૂળરૂપથી બલિયાનો રહેનારો છે.  પ્રદીપની ફોટોના આધારે પોલીસે તપાસને આગળ વધારી અને મોડી રાત્રે માહિતીના આધારે ગોદામમાં છાપો માર્યો.  આરોપી પ્રદીપ ગોદામમાંથી પકડાય ગયો અને કૈશ ત્યાથી જ જપ્ત થઈ ગઈ. 
 
ગામમાં ભાગવાની તાકમાં હતો પ્રદીપ 
 
પોલીસની પૂછપરછમાં પ્રદીપે જણાવ્યુ આ ઘટનનએ અંજામ આપવા માટે પહેલા કોઈ પ્લાનિંગ નહોતુ કર્યુ અને તે સવારે એ કોથળામાં કૈશ ભરીને બીજી ગાડી દ્વારા પોતાના ગામ બલિયા જવાની તાકમાં હતો.