શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 માર્ચ 2015 (12:10 IST)

મિસ ઈંડિયા બનેલી અદિતિ આર્ય વિશે જાણો દસ વાતો

દિલ્હીની અદિતિ આર્યાને શનિવારે રાત્રે મુંબઈમાં મિસ ઈંડિયા 2015નો તાજ પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ આફ્રીન રેચલ વાજ અને વર્તિકા સિંહ બીજા અને ત્રીજા સ્થાન પર રહી. 
 
દિલ્હીની એક કંપનીમાં અદિતિ રિસર્ચ એનાલિસ્ટના રૂપમાં કામ કરે છે. હવે તે મિસ વર્લ્ડ કૉંન્ટેસ્ટમાં ઈંડિયાને રિપ્રેજેંટૅ કરશે. 

યશરાજ સ્ટુડિયોમાં કલાકારોથી સજાયેલા રાત્રે જૉન અબ્રાહમ, અનિલ કપૂર, મનીષા કોઈરાલા, સંદિપ ખોસલા, શિલ્પા શેટ્ટી અને સોનાલી બેન્દ્રે જેવા સેલેબ્રિટી જજ પેનલમાં હતા. 

 
અમેટી ઈંટરનેશનલ સ્કૂલ અને કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝમાંથી પોતાનો અભ્યાસ કરી ચુકેલ અદિતિને પેટિંગ, રાઈટિંગ અને ડાંસિંગનો શોખ છે. 
 
ફેમિના મિસ ઈંડિયાના 52માં એડિશનમાં મિસ ઈંડિયા કોયલ રાનાએ આગામી મિસ ઈંડિયા આદિતિને પીસી જ્વેલર્સ દ્વારા બનાવેલ તાજ પહેરાવો. 
 
ફાઈનલ રાઉંડમાં જ્યારે ટૉપ 5 ફાઈનાલિસ્ટને પૂછવામાં આવ્યુ કે કયા વયના લોકો વૃદ્ધ થવા લાગે છે અને જવાન રહેવાના સીક્રેટ શુ છે ? તો તેના પર અદિતિએ જવાબ આપ્યો હતો કે વયનો અનુભવ કરવો એ મગજનો ખેલ છે. જ્યારે આપણે આપણા સપનાઓ માટે જીવવાનુ છોડી દઈએ છીએ તો આપણે વૃદ્ધ થતા જઈએ છીએ. પણ જો આપણે આપના સપનાંઓનો પીછો કરીશુ તો આપણે જવાન રહીશુ. 

આ વર્ષે મિસ ઈંડિયા કૉન્ટેસ્ટ માટે દેશના 13 શહેરોમાં ઓડિશંસ કરવામાં આવ્યુ હતુ. જેમાથી દિલ્હીની રહેનારી 21 વર્ષીય અદિતિએ સૌને પાછળ છોડતા આ ખિતાબ જીતી લીધો. 

 
આ કૉંન્ટેસ્ટ જીત્યા પછી અતિતિ હવે મિસ વર્લ્ડ 2015માં ભાગ લેશે.  આ ઉપરાંત પહેલી રનર અપ આફ્રીન મિસ ઈંટૅરનેશનલ 2015 અને બીજી રનર અપ વર્તિકા મિસ ગ્રેંડ ઈંટરનેશનલ જેવા બ્યુટી કૉન્ટેસ્ટમાં કંપીટ કરશે. 
 
આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ 21 સુંદરીઓએ હરીફાઈમાં ભાગ લીધો હતો. 
 
28 માર્ચ 2015ના રોજ થયેલ આ પોગ્રામનુ ટેલીકાસ્ટ ટીવી પર 5 એપ્રિલના રોજ થશે. 
 
આ પહેલા અદિતિ મિસ બ્યુટીફુલ હેયર અને મિસ સુડોકૂ જેવી કોંપીટેશન જીતી ચુકી છે.  
 
ગ્રેંડ ફિનાલેમાં 2 અને સબ ટાઈટલ એવોર્ડ પણ આપવામાં આવ્યા. 'ફેશન એટ બિગ બજાર મિસ બ્યુટી વિધ એ પરપસ' વર્તિકા સિંહે જીત્યો અને રિલાયંસ ડિઝિટલ 'મિસ મલ્ટીમીડિયા'નો ખિતાબ રેવતીને મળ્યો.  

(ફોટા : સાભાર ફેસબુક)