ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 7 ઑક્ટોબર 2015 (11:43 IST)

"આઝમ ખાન કો હકાલો" - મુલાયમસિંહમાં દેશભક્તિ બચી હોય તો આઝમને ધક્કો મારી બહાર કાઢે - શિવસેના

દાદરીમાં એક વ્યક્તિની બીફ ખાવાની અફવા પર હત્યા કરવા મામલાની ફરિયાદ યૂએનને કરવાની વાત કહેનારા યૂપીના મંત્રી આઝમ ખાન પર શિવસેના ખૂબ નારાજ છે. પાર્ટીએ પોતાના માઉથપીસ 'સામના' માં તેમના પર જોરદાર નિશાન સાધ્યુ છે. આઝમ ખાન કો હકાલો ટાઈટલથી છપાયેલ સંપાદકીયમાં લખ્યુ છે કે "મુલાયમ સિંહ યાદવની ધમનિયોમાં જો થોડીક પણ રાષ્ટ્રભક્તિ બાકી હશે તો તે આઝમ ખાન નામના મંત્રીના પાર્શ્વભાગ (પાછળના ભાગ) પર લાત મારીને ઘરે બેસીડી દેશે" 
 
આઝમના અનેક અપરાધ પચાવી ગઈ છે સરકાર 
 
આગળ લખ્યુ છે કે "આઝમ ખાન નામના ઉત્તરપ્રદેશના વિવાદાસ્પદ મંત્રીએ અત્યાર સુધી તમામ અપરાધ કર્યા. ધર્માંધ રાજનીતિમાં તેના બધા અપરાધ પચાવી લેવામાં આવ્યા. પરંતુ હવે આ નાપાક માણસે ઘરેલુ વિવાદને ટોચ પર લઈ જઈને હિન્દુસ્તાનની મજાક ઉડાવવાનું કામ કર્યુ છે.  મૂળ વાત તો એ છે કે આઝમ ખાન સનકી માણસ દેખાય રહ્યો છે." 
 
માંગ્યુ રાજીનામુ 
 
શિવસેનાએ લખ્યુ છે, "દાદરી મામલાનો આટલો જ શોક છે તો આઝમ ખાને સૌ પ્રથમ પોતાના મંત્રી પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ. આઝમની હરકતોને જોતા મુખ્યમંત્રી અખિલેશ સિંહ યાદવ પાસે પણ અપેક્ષા કરવામાં આવે છે કે આઝમ ખાનનુ રાજીનામું માંગે.  આઝમ ખાને રાજીનામુ આપવાને બદલે સીધા સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખવાનુ સ્ટંટ કર્યુ"  આગળ શિવસેનાએ લખ્યુ છે, "આઝમ ખાનને દેશના કોઈપણ સંવૈઘાનિક પર પર રહેવાનો અધિકાર નથી. ચૂંટણી પંચે તેને ચૂંટણી લડવા માટે અપાત્ર જાહેર કરવા જોઈએ". 
 
 
આઝમ ખાનને દેશદ્રોહી જાહેર કર્યો 
 
પાકિસ્તાનમાં હિંદુઓ પર ખૂબ અત્યાચાર થાય છે. હિંદુઓની દુર્દશા પર એકાદ પત્ર સંયુક્ત રાષ્ટ્રને લખીને આ મુદ્દા પર અવાજ ઉઠાવવાનું કામ આઝમ ખાન કેમ નથી કરતા ? પાકિસ્તાન ઉઠતા-બેસતા સંયુક્ત રાષ્ટ્ર તરફ દોડ લગાવે છે. એ જ રીતે આઝમ ખાન પણ સંયુક્ત રાષ્ટ્રમાં પત્ર મોકલે છે. આ એક રીતનો દેશદ્રોહ છે. 
 
 
નેતા કરી રહ્યા છે રાજનીતિ 
 
 
શિવસેનાએ દાદરીના મુદ્દા પર રાજનીતિ કરી રહેલ નેતાઓ પર નિશાન સાધતા લખ્યુ છે, "દાદરીમાં રહેનારા મોહમ્મદ અખલાક નામના મુસ્લિમ વ્યક્તિના ઘરે ગોમાંસ મુક્યુ હોવાની અફવા ફેલાઈ. આ અફવાદ પછી સ્થાનીક લોકોના આક્રોશમાં અખલાકની હત્યા થઈ ગઈ. આ ઘટના પર તીવ્ર રાજનીતિક પ્રતિક્રિયા જોવા મળી. બધા ધર્મનિરપેક્ષ દળ અને તેના નેતા પોતાના આંસુ વહેવડાવતા દાદરી તરફ દોડ્યા. બીજી બાજુ મક્કામાં શૈતાનને પત્થર મરત સમયે ભગદડ મચી અને લગભગ એક હજાર મુસ્લિમ શ્રદ્ધાળુ કીડા-મકોડાની જેમ કચડાઈ ગયા. મરનારાઓમાં સેંકડો મુસલમાન હિન્દુસ્તાની છે. આ કાંડ પર એક પણ રાજનીતિક નેતાએ નિવેદન રજુ નથી કર્યુ." 
 
બીજેપીનો બચાવ 
 
શિવસેનાએ લખ્યુ છે, "બુનિયાદી વાત છે કે આ સમગ્ર મામલામાં ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વવાદી કહીને તેના પર આંગળી કરવી એકદમ ખોટુ છે. કારણ કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સો ટકા ધર્મનિરપેક્ષ બનીને સરકારનું સંચાલન કરી રહ્યા છે.  ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચન આપ્યુ છે કે મુસલમાન જો અડધી રાત્રે પણ દરવાજો ખટખટાવશે તો અમે તેમની મદદ માટે દોડીશુ.  જ્યારે આ પ્રકારનું ધર્મનિરપેક્ષ શાસન ચાલી રહ્યુ હોય ત્યારે મુસલમાનો પર અત્યાચાર થવાની બાંગ પોકારીને સીધા સંયુક્ત રાષ્ટ્ર તરફ દોડવુ એ દેશ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન છે."