ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 1 જુલાઈ 2015 (18:06 IST)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડિઝિટલ ઈંડિયાની લોંચિંગ

- આઈટી ક્ષેત્રમાં દુનિયા માને છે ભારતની તાકત 
- પીએમે ડિઝાઈન ઈન ઈંડિયાનો નારો આપ્યો 
- દુનિયામાં રક્તહીન યુદ્ધના વાદળ મંડરાય રહ્યા છે.  આવામાં સાઈબર સિક્યોરિટી ખૂબ જ અનિવાર્ય છે.  
- સમગ્ર બેકિંગ વેપાર તમારા મોબાઈલ પર થવાનો છે. 
- એ દિવસ દૂર નથી જ્યારે સમગ્ર સરકાર તમારા મોબાઈલ પર હશે 
- ઈ ગવર્નેસ એમ ગવર્નેસ માં બદલાઈ જશે 
- આ માટે વ્યવસ્થા વિકસિત કરવી પડશે 
 
- ગામ ગરીબ અને ખેડૂતને ડિઝિટલ પ્લેટફોર્મ પુરુ પાડવાની જરૂર છે. 
- બાળકોમાં પણ ડિઝિટલ તાકતની સમજ છે 
- વિરાસતને આધુનિક વિજ્ઞાન અને તકનીક સાથે જોડવાની જરૂર છે 
- સામર્થ્યને વિજ્ઞાનનો સાથ મળવો જોઈએ. 
 
- સમયની જરૂર છે કે આપણે ફેરફારને સમજીએ જો આપણે તેને નહી સમજીએ તો દુનિયા આગળ નીકળી જશે. અને આપણે ખૂણામાં પડ્યા રહીશુ. 
- હવે માનવ જાતિ ત્યા જ વસશે જ્યા ઓપ્ટિકલ ફાઈબર પસાર થાય છે. આ ખૂબ મોટો બદલાવ આવ્યો છે. 
- પહેલા સભ્યતાઓ નદી અને સમુદ્રના કિનારે કે હાઈવે પર વસતી હતી 
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કરોડો દેશવાસીઓ જે સપનાને જુએ છે તે સપના સાકાર થઈને રહેશે. 
- મોદીએ કહ્યુ કે ઉદ્યોગપતિએ મંચ પરથી ચાર લાખ કરોડનુ ઈનવેસ્ટમેંટ અને 18 લાખ લોકોને રોજગાર આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. 
- ભારતના ભવિષ્યને બદલવાનુ માળખુ સીચ્યુ છે. 
- મોદીએ કેંંરીય મંત્રી રવિશંકર પ્રસાદ અને તેમની ટીમને શુભેચ્છા આપી. 
- રિલાયંસ ઈંડિયાના ચેયરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ડિઝિટલ ઈંડિયા અઠવાડિયાનો શુભારંભ ઐતિહાસિક ક્ષણ છે. 
- પ્રધાનમંત્રી મોદીએ ડિઝીટલ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને સન્માનિત કરી. પ્રધાનમંત્રીએ તેમને પ્રશંસનીય કાર્ય માટે લેપટોપ અને પ્રમાણપત્ર આપ્યુ. 
- રિલાયંસ ઈંડિયાના ચેયરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ડિઝિટલ ઈંડિયા અઠવાડિયાનો શુભારંભ ઐતિહાસિક ક્ષણ છે. 
- પ્રધાનમંત્રી મોદીએ ડિઝીટલ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને સન્માનિત કરી. પ્રધાનમંત્રીએ તેમને પ્રશંસનીય કાર્ય માટે લેપટોપ અને પ્રમાણપત્ર આપ્યુ. 
- પીએમ મોદીએ લોંચ કરી ડિઝિટલ ઈંડિયાની બુક 
- ડિઝિટલ સેવા સુવિદ્યાઓ રાષ્ટ્રને સમર્પિત કરી 
- પીએમ મોદીએ બટન દબાવીને ડિઝિટલ સપ્તાહનો શુભારંભ કર્યો 
- સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે ડિઝિટલ ઈંડિયાનો સાર છે એક ડિઝિટલ સાક્ષર ભારત 
- આવનારા બે વર્ષોમાં આપણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેલા બધી પોસ્ટ ઓફિસને મલ્ટી સર્વિસ સેંટરના રૂપમાં બદલવાના છે. 
- ડિઝિટલ ઈંડિયાથી આનાથી ભ્રષ્ટાચાર ખતમ થશે. સુસાશન આવશે. 
- ડિઝિટલ ઈંડિયાથી ભારતની તસ્વીર બદલવાની છે. આપણે સૌએ સાથે મળીને કામ કરવુ પડશે. 
- ડિઝિટલ ઈંડિયાના સપનાને સાકાર કરવો આ કાર્યક્રમનો હેતુ. 
- આનાથી ભારત શક્તિશાળી બનશે.  
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વાકાંક્ષી ડિઝિટલ ઈંડિયા પરિયોજનાની શરૂઆત કરશે. આ આ અવસર પર મંચ મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી. સાઈરસ મિસ્રી અને સત્ય નાંડ્લા સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ પર હાજર છે 
 
સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસંગ પર મોદી એક બાજુ ડિઝિટલીકરણ વિશે સરકારનુ માળખુ મુકશે તો બીજી બાજુ ઉદ્યોગ જગતની ઉપરોક્ત હસ્તિયો ડિઝિટલ ક્રાંતિને સામાન્ય લોકો સુધી પહોંચાડવા વિશે પોતાના વિચાર રજુ કરશે.