બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 12 નવેમ્બર 2014 (17:04 IST)

મોબાઈલમા ગેમ રમવાના ચક્કરમાં ચાર બાળકો જીવતા બળ્યા

સોમવારે દિલ્હીના બાયપાસ વિસ્તારમાં બેગમપુરમાં એક ગેરકાયદેસર પેપર પ્લેટ ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક હતી કે જ્યા સુધી રોકવામાં આવે ત્યા સુધીમાં તો પાંચ લોકોને ખાઈ ગઈ હતી. 
 
જ્યારે લાશો કાઢવામાં આવી તો તેમા ચાર માસુમ બાળકો હતા જે એ ફેક્ટરીમાં કામ કરનારા બાળ મજુર નહોતા. અસલમાં આ બાળકોને એક લાલચ ફેક્ટરી સુધી ખેંચી લાવી હતી.  
 
આ બાળકોને શુ ખબર હતી કે જે લાલચમાં તેઓ જઈ રહ્યા છે એ તેમને મોતના મોઢામાં પહોંચાડી દેશે. બાળકોની દર્દનાક મોત પછી જે હકીકત સામે આવી એ પરિવાર સહિત દરેકનુ દિલ ધ્રુજાવી દીધુ. 
 
વાત એમ હતી કે જે દિવસે આગ લાગે એ જ દિવસે ફેક્ટરીના માલિકનો નાનો ભાઈ 26 વર્ષીય વિપિન ત્યા હાજર હતો. શ્રવણ-શિવમ-નિલેશ(11 વર્ષ) નએ પાંચ વર્ષીય નિરંજન મોબાઈલ પર એક ગેમ રમવાના ચક્કરમાં ત્યા ગયા હતા.  ચોંકાવનારી વાત એ છે કે આ બધા બાળકો અને તેમના પરિવાર ફેક્ટરી માલિક પિંટુ શાહના મહેમાન હતા. તેમાથી કેટલાક લોક બિહારથી થોડા દિવસો પહેલા જ દિલ્હી આવ્યા હતા. 
 
શ્રવણ નીલેશ અને શિવમ પિંટુ શાહના બહેનના બાળકો હતા જ્યારે કે નિરંજન પિંટુનો ખુદનો જ દિકરો હતો. આ ચાર બાળકોએ વિપિનના મોબાઈલમાં એક ગેમ જોઈ હતી. જેને રમવાના ચક્કરમાં આગ લાગવાની રાતે પહેલાથી જ તેઓ ફેક્ટરીમાં ગયા હતા. 
 
વિપિન ફેક્ટરીના માલિક પિંટુ શાહનો સંબંધી હતો અને તે અન્ય સંબંધી ધર્મવીર સાથે રોજ રાત્રે ફેક્ટરીમાં સૂવા જતો હતો. 
 
રવિવારે નુડલ અને સમોસા ખાધા પછી બાળકો સહિત વિપિન રાત્રે નવ વાગ્યે ફેક્ટરી પહોંચ્યો. એ સમયે પિંટુ ત્યા જ હતો. રાત્રે લગભગ 11.30 વાગ્યે કામ પુરૂ કરીને પિંટુ ઘરે જતો રહ્યો. જ્યારે ફેક્ટરીમાં આગ લાગી તો વિપિન અને ધર્મવીર બહાર સૂઈ રહ્યા હતા... જ્યારે કે ચારેય બાળકો ફેક્ટરીના એક રૂમમાં સૂઈ રહ્યા હતા. 
 
આગ લાગતા જ વિપિન અને ધર્મવીરની ઉંઘ તૂટી ગઈ અને તે બહાર નીકળવામાં સફળ રહ્યા. પણ ત્યારે એકદમ વિપિનને બાળકોની યાદ આવી અને તે રૂમ તરફ ભાગ્યો. 
 
કોઈ ડિસ્ટર્બ ન કરે એ માટે બાળકોએ રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. વિપિન દરવાજો તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ કશુ કરી શકે એ પહેલા જ વિપિન ખુદ આગથી ઘેરાય ગયો.  
 
જ્યા સુધી ઘર્મવીર આગ લાગવાના સમાચાર ઘર સુધી પહોચાડતો અને મદદ માટે લોકો આવતા એ પહેલા પાંચ લોકોની જીંદગી ખતમ થઈ ચુકી હતી. 
 
વિપિન અને પિંટુ 15 વર્ષ પહેલા જ બિહારથી દિલ્હી આવ્યા હતા. અનેક નોકરીઓ કર્યા પછી તેમણે બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો. 
 
બિહારના ખગડિયામાં પોતાના ગામની જમીન પાંચ લાખ રૂપિયામાં વેચીને તેમણે ફેક્ટરી શરૂ કરી હતી. હવે તેમનુ બધુ લૂંટાય ગયુ હતુ.  આગે તેમની જીંદગીભરની કમાણી તેમના સંતાનો અને જીગરી દોસ્ત પણ છીનવી લીધો હતો. 
 
હવે પિંટુ સામે તેમની પત્ની સહિત ત્રણ બાળકોનો પરિવાર છે જેમનો ગુજારો કેવી રીતે થશે એ કોઈ નથી જાણતુ