ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2015 (11:26 IST)

જમ્મુ કાશ્મીરમાં પૂર, PM એ પોતાના મંત્રીઓને પરિસ્થિતિની રિપોર્ટ માંગી

ઘાટીમાં એકવાર ફરી મોસમે જોરદાર કરવટ લીધી છે. છેલ્લા 24 કલાકથી ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ઝડપી હવાઓ ચાલી રહી છે. વરસાદને કારણે ઘાટીની નદીઓનુ જળ સ્તર અચાનક વધી ગયુ. બડગામના લાદેન ગામમાં એક મકાન પડી ગયુ. 21 લોકો ગાયબ થઈ ગયા છે. જ્યારે કે કેટલાક લોકો ઘરના કાટમાળમાં દબાઈને મરવાની આશંકા બતાવાય રહી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યુ કે પોલીસે સેના અને સ્થાનીક પ્રશાસનની સાથે મળીને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે. 
 
જમ્મુમાં સુરાન નદીએ વરસાદ પછી પોતાનો રસ્તો બદલી નાખ્યો છે અને તેના વહેણમાં પૂંછ જીલ્લામાં 20થી 25 પરિવાર ફંસાય ગયા છે. રેસ્ક્યૂ ટીમો આ લોકોને બચાવવામાં લાગી ગઈ છે. ઝેલમ બે સ્થાનો પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ સમાચારે લોકોને ડરાવી દીધા છે.  મુશળધાર વરસાદને કારણે શ્રીનગર સહિત રાજ્યના તમમ વિસ્તારોમાં પાણી ભરાવવુ શરૂ થઈ ગયુ છે. સંસદીય કાર્યમંત્રી વૈકિયા નાયડુના મુજબ પ્રધાનમંત્રી મોદીએ વરિષ્ઠ મંત્રીઓને રાજ્યમાં જઈને ત્યાની પરિસ્થિતિ પર રિપોર્ટ માંગી અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાનનુ અવલોકન કરવા માટે કહ્યુ છે. 
 
પુલવામાના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયુ છે.  નદીઓમાં પાણીનુ સ્તર વધવાથી અનેક ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે. ઝેલમ સાથે જોડાયેલ વિસ્તારોના લોકોને મકાન ખાલી કરવા શરૂ કરી દીધા છે. જમ્મુમાં પુંછ નદી નજીક આવેલા 20 મકાન પૂરમાં ડૂબી ચુક્યા છે. તંગઘાર કુપવાડામાં હિમ સ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ચુક્યા છે.