શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 5 સપ્ટેમ્બર 2015 (15:31 IST)

વન રૈંક વન પેંશન - રક્ષામંત્રીએ કર્યુ એલાન

રક્ષામંત્રી મનોહર પર્રિકરે વન રૈંક વન પૈંશનનુ એલાન કરી દીધુ. પ્રેસ કોન્ફ્રેંસમાં તેમણે આનુ એલાન કર્યુ. જુલાઈ 2014થી આને લાગૂ કરવામાં આવશે. દર પાંચ વર્ષમાં તેની સમીક્ષા કરવામાં આવશે. તેમા રક્ષામંત્રીએ કહ્યુ કે સૈનિકોની વિધવાઓને એક સાથે એરિયર આપવામાં આવશે. જ્યારે કે અન્યને ચાર હપ્તામાં ચુકવણી કરવામાં આવશે. જંતર મંતર પર ઘરણા આપી રહેલ પૂર્વ સૈનિકોએ કહ્યુ કે તેઓ સંતુષ્ઠ છે. 
 
આ પહેલા પૂર્વ સૈનિકોએ આજે રક્ષા મંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત પછી કહ્યુ કે અમારી માંગને રક્ષામંત્રીએ અપ્રૂવ્ડ કરી. આ વ્યવસ્થામાં સરકારે 8 થી 10 હજાર કરોડ રૂપિયાનો વધુ ભાર આવશે. 
 
આ દરમિયાન રક્ષામંત્રીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે તેમના ઘરે મુલાકાત કરી. સૂત્રોના મુજબ વન રૈન વન પેંશનને લઈને આરએસએસએ મોટી ભૂમિકા ભજવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આરએસએસની દખલગીરી પછી સરકાર હરકતમાં આવી છે.  આરએસએસએ નાણાકીય મંત્રી અરુણ જેટલીને કહ્યુ કે તમામ પેંડિગ ફાઈલ નિપટાવવા અને નિર્ણય લેવા માટે મોકલે. 
 
ઉલ્લેખનીય છે કે પૂર્વ સૈનિકોના આંદોલનનો આજે 83મો દિવસમાં પ્રવેશ કરી ગયુ પણ સરકાર અને આંદોલનકારી પૂર્વ સૈનિકોના વચ્ચે વિરોધ કાયમ છે. આંદોલન જંતર મંતર પર ચાલી રહ્યુ છે. સરકાર સતત ઓઆરઓપી લાગુ કરવા માટે સમય માંગી રહી છે. 
 
રક્ષા મંત્રી મનોહર પરિક્કરે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટના રોજ સિદ્ધાંતત મંજુરી આપી દીધી છે. હવે પ્રધાનમંત્રી કાર્યાલય સીધી રીતે જોડાય ગયુ છે. તેથી એવુ કહેવાથી કોઈ મદદ નહી મળે કે અમુક દિવસમાં કરી દો. મુદ્દાનો હલ શોધવાના બધા પ્રયાસ થઈ રહ્યા છે. 
 
ઓઆરઓપી લાગુ થવાથી લગભગ 22 લાખ રિયાટર્ડ સૈન્યકર્મચારી અને છ લાખથી વધુ શહીદ સૈનિકોની પત્નીયો તત્કાલ પ્રભાવિત થશે. જેના હેઠળ સમાન રૈંક અને સમાન સેવા સમયથી રિટાયર્ડ થનારા સૈન્ય કર્મચારીઓ માટે એક જેવી પેંશનની માંગ કરવામાં  આવી રહી છે. ભલે તેમની રિટાયર્ડ તારીખ કંઈ પણ હોય.