ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (17:16 IST)

ભ્રષ્ટાચારના આરોપવાળા મંત્રીને કેજરીવાલે મંત્રી પદ પરથી હટાવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકારમાં મંત્રી આસિમ અહમદ ખાનને મંત્રી પદ પરથી હટાવ્યા છે.  અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં થયેલ પ્રેસ કૉંન્ફેંસમાં આ જાહેરાત કરી. 
 
આવુ આસિમ અહેમદ ખાન પર લાંચ માંગવાના આરોપ લાગ્યા પછી કરવામાં આવ્યુ છે. તેઓ દિલ્હીની મતિયામહેલ સીટ  પર ધારાસભ્ય છે.  કેજરીવાલે કહ્યુ કે, "ગઈકાલે જ આ અંગેનો આરોપ સામે આવ્યો અને અમે રાત ભર તેના પર વિચાર કર્યો અને તેમને હટાવવાનો નિર્ણય કર્યો.  આસિમ સાથે જોડાયેલ ઓડિયો ટેપ સીબીઆઈની તપાસ માટે મોકલવામાં આવશે." 
 
તેમનુ કહેવુ હતુ કે "દિલ્હી સરકારમાં ક્યાય પણ ભ્રષ્ટાચાર થશે તો કાર્યવાહી થશે.  કેજરીવાલે કહ્યુ, આનાથી આ સંદેશ જશે કે જો સરકાર પોતાના મંત્રીને હટાવી શકે છે તો કોઈના વિરુદ્ધ પણ પગલા ઉઠાવી શકે છે. જે રીતે અમે અમારા મંત્રી વિરુદ્ધ પગલા લીધા, ભાજપા પણ એ જ રીતે શિવરાજ અને વસુંધરા વિરુદ્ધ કરી બતાવે."