મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 જુલાઈ 2015 (10:07 IST)

પંજાબમાં આતંકી હુમલો, 9 લોકોના મોત, રેલવે ટ્રેક પર જીવતો બોમ્બ મળ્યો, ફાયરિંગ ચાલુ

પંજાબના ગુરૂદાસપુરમાં આતંકવાદી હુમલો થયો છે. ગુરદાસપુરના દીનાનગરમાં આતંકવાદીઓએ એક બસ અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો જ્યારપછી આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ ચાલુ છે. સ્થાનીક સૂત્રોએ જણાવ્યુ કે ફાયરિંગ હાલ ચાલુ છે અને દૂર સુધી ગોળીઓનો અવાજ સંભળાય રહ્યો છે. 
 
ન્યૂઝ એજંસી એએનઆઈ મુજબ અત્યાર સુધી આ હુમલામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે કે અનેક લોકો ઘાયલ છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુરદાસપુર પાકિસ્તાન સીમા સ્સાથે જોડાયેલ પંજાબનો એક જીલ્લો છે. સમાચાર મુજબ સેનાની વર્દીમાં પાકિસ્તાનથી કેટલાક આતંકવાદીઓ ઘુસી આવ્યા અને એક મારૂતિ કારમાં બેસીને દીનાપુર પહોંચ્યા. 
 
તેમણે એક બસ પર હુમલો કર્યો અને ગોળીઓ વરસાવવા લાગ્યા. ત્યારબાદ તેઓ દીનાપુર પોલીસ મથકમાં પહોંચ્યા અને ફાયરિંગ કર્યુ. આ ફાયરિંગમાં એક પોલીસનુ મોત થઈ ગયુ. 
 
આ દરમિયાન એવુ પણ જાણવા મળ્યુ છે કે દીનાનગર-પઠાણકોટ ટ્રેકથી 5 જીવતા બોમ્બ પણ જપ્ત થયા છે. 
 
આતંકી હુમલાના સમાચાર મળતા જ અધિકારી, સેના અને સરકાર બધા એક્શનમાં આવી ગયા. સેનાની એક ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી ચુકી છે. પંજાબ સ્વૈટ અને એનએસજી ટીમ પણ મૂવ કરી ચુકી છે. 
 
ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સાથે વાત કરી જેમણે તેમને ઘટનાની માહિતી અને કાર્યવાહી સાથે સંબંધિત માહિતી આપી. રાજનાથે ગૃહ સચિવ અને એનએસએને પણ આ વિશે વાત કરી છે.