ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ગુરદાસપુર. , સોમવાર, 27 જુલાઈ 2015 (17:09 IST)

પંજાબના ગુરદાસપુરમાં આતંકવાદી ઓપરેશન ખતમ, બધા આતંકવાદી ઠાર

પંજાબમાં ગુરદાસપુરના દીનાનગરમાં થયેલ આતંકવાદી હુમલામં 13 લોકોના મોત થયા છે અને સેનાએ ઓપરેશન ખતમ કરી દીધુ છે. બધા આતંકવાદીઓ મુઠભેડમાં માર્યા ગયા છે. સૂત્રો મુજબ આતંકવાદીઓમાં એક મહિલા પણ હતી. જોકે ઓપરેશન ખતમ થવાનુ ઔપચારિક એલાન હજુ થયુ નથી. 
 
આતંકવાદી સેનાની વર્દીમાં એક ઢાબા માલિકની હત્યા કરી તેની કારમાં દીનાપુર પહોંચ્યા અને અહી બસ સ્ટેંડ પર જમ્મુ જનારી બસ પર ગોળીબાર કર્યા પછી પોલીસ મથક તરફ વળ્યા જ્યાથી તેઓ સતત ગોળીબાર કરી રહ્યા હતા.  

પંજાબના ગુરદાસપુર જીલ્લામાં શંકાસ્પદ આતંકી હુમલામાં સેનાની વરદી પહેરેલ બંદૂકધારીઓએ સોમવારે સવારે એક બસ એક સ્વાસ્થ્ય કેન્દ્ર અને એક પોલીસ મથક પર હુમલો કર્યો. જેમા એક પોલીસ કર્મચારી સહિત છ લોકોનુ મોત થઈ ગયુ અને બીજા અનેક ઘાયલ બતાવાય રહ્યા છે. કહેવાય છે કે ઘાયલોમાં એક એસએચઓનો પણ સમાવેશ છે. 
 
-અમે પહેલાથી હુમલો નહી કરીએ પણ જો અમને નિશાન બનાવવામાં આવશે તો અમે જવાબ આપીશુ - રાજનાથ સિંહ 
 
- મને સમજાતુ નથી કે વારેઘડીએ સીમા પારથી આતંકી ઘટનાઓ કેમ થઈ રહી છે. જ્યારે કે અમે પડોશી દેશ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ.  હુ ગુરૂદાસપુર આતંકવાદી હુમલા વિશે આવતીકાલે સંસદમાં નિવેદન આપીશ - રાજનાથ સિંહ 

 
 - ગુરદાસપુર આતંકી હુમલા પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે અમે પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છીએ છીએ. પણ રાષ્ટ્રીય સન્માનની કિમંત પર શાંતિ નહી. 
 
- મુઠભેડમાં એક વધુ આતંકવાદી મરાયો.. અત્યાર સુધી કુલ બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. 
 
- હુમલામાં એક મહિલા આતંકવાદીનો સમાવેશ હોવાનો શક 
 
- ગુરદાસપુરના એસપી બલજીત સિંહ આતંજવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયા. 
 
- આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ 
 
- પંજાબના સીએમ પ્રકાશ સિંહ બાદલે કહ્યુ કે આતંકી પંજાબના નહી પણ બોર્ડરથી દેશમાં ઘુસ્યા. સીમા પાર નજર રાખવી એમએચએ નુ કામ. 
 
-સેનાની વર્દીમાં આવેલ ચાર સશસ્ત્ર આતંકવાદીઓએ એક બસ અને પોલીસ ચોકી પર હુમલા પછી ગુરદાસપુર જીલ્લાના દીનાનગર શહેરમાં દહેશત. 
- ગુરદાસપુરમાં આતંકી હુમલાની નિંદા કરતા પંજાબના ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે આજે કહ્ય્ કે રાજ્યમાં કાયદા અનેવ વ્યવસ્થા કાયમ રાખવા અને લોકોની રક્ષા માટે તમામ ઉપાયો કરાશે. 
 
- આંતકવાદીઓએ પાકિસ્તાનના નરોવલથી આવવાનો શક 
 
- આતંકવાદીઓએ કોઈને બંધક નથી બનાવ્યા 
 
- ગુરદાસપુરમાં આતંકી હુમલા બાદ દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ હાઈ એલર્ટ 
 
- રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે કહ્યુ  કે સેના પોતાનું કામ કરી રહી છે. પ્રધાનમંત્રી મોદી અને રક્ષા મંત્રી પર્રિકર વચ્ચે બેઠક 
 
- જવાબી હુમલામાં એક આતંકવાદીના મરવાના સમાચાર 
 
-પોલીસના પરિવારજનોને બંધક બનાવવાના સમાચાર. 
 
- ગુરદાસપુરની બધી શાળા કોલેજ  બંધ કરવામાં આવી