ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરગાવ. , શુક્રવાર, 29 જુલાઈ 2016 (14:11 IST)

#gurgaontraffic - વરસાદને કારણે ગુરગાવ સહિત નોએડા-એનસીઆરમાં લાગ્યો મોટો ટ્રાફિક જામ, ઓફિસોમાં વીતાવી રાત

દિલ્હી સાથે જોડાયેલ ગુરગાવમાં ભારે જામ લાગ્યો છે. ગઈ રાત્રે 19 કલાકથી 25 કિલોમીટરનો લાંબો જામ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે દિલ્હીથી ગુરગાવની તરફ ન જાવ.  શહેરમાં ભારે વરસાદ અને જામને કારણે શાળા બંધ કરવી પડી છે. ખટ્ટરે આ જામ માટે કેજરીવાલને જવાબદાર ઠેરવ્યો છે. 
 
આવો જાણીએ અત્યાર સુધીના 10 મોટા અપડેટ 
 
1. દિલ્હીના ગુડગાવમાં ભારે જામ લાગ્યો છે. આ મામૂલી જામ નથી. પણ 25 કિલોમીટર લાંબો જામ છે. જે છેલ્લા 18 કલાકથી ચાલી રહ્યો છે. 
2. જામને કારણે દિલ્હી-જયપુર હાઈવે પર ટ્રૈફિક પસરી રહ્યો છે. 
3. જામનો કેન્દ્ર હોંડા ચોક છે. જયપુર રોડ પણ જામ છે.   

4. જામનો સામનો કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મીટિંગ થઈ 
5. જામથી મુક્તિ અપાવવા માટે પોલીસ કડકાઈ દાખવી રહી છે. ડીસીપીએ કહ્યુ કે જે પણ જામ માટે દોષી જોવા મળશે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
6. જામને કારણે ભૂખ તરસ અને થાકથી લોકોની હાલત ખરાબ છે. લોકોએ આખી રાત રોડ પર વિતાવી. નાઈટ શિફ્ટવાલા ઓફિસ ન પહોંચી શક્યા. ઈવનિગ શિફ્ટવાળા ઘરે ન પહોંચી શક્યા. 
7. જામ પછી હરકતમાં આવેલ ગુડગાવ પોલીસે લોકોને અપીલ કરી છે કે ગુડગાવ આવવાથી બચો. ખાસ કરીને અપીલ દિલ્હીથી ગુડગાવ જનારાઓને કરવામાં આવી છે. 
8. ડિસ્ટ્રિક્ટો મેજિસ્ટ્રેઓટે વરસાદ અને ભારે જામને કારણે ગુડગાવમાં આજે અને કાલ બધી શાળાઓમાં રજા આપી દીધી છે. 
9. આ દરમિયાન હરિયાણાના સીએમે જામ પરથી હાથ ખંખેરી લીધા છે. એટલુ જ નહી તેમણે આ માટે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે.  તેમણે કહ્યુ કે જામ માટે કેજરીવાલ જવાબદાર છે. ખટ્ટરે કહ્યુ, "કેજરીવાલ સરકારના વલણને ફ્રેસ્ટેટ કરવામાં આવ્યુ છે.  હરિયાણાની જનતા જામથી પરેશાન છે. કેજરીવાલ સરકાર જનહિતના મુદ્દામાં ફસ નથી લઈ રહ્યા. અમે દિલ્હી સરકારના અસહયોગથી ફ્રસ્ટેટ છીએ. કેજરીવાલને સવાલ પૂછવો જોઈએ. 
10. દિલ્હીના ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ ખટ્ટરને કરારો જવાબ આપ્યો છે. સિસોદિયાએ કહ્યુ, "ગુડગાવનુ નામ  ગુરૂગ્રામ મુકવાથી વિકાસ નહી થાય. વિકાસ માટે યોજનાઓ બનાવવી અને તેમના પર અમલ કરવો જરૂરી હોય છે. ફક્ત આરોપ પ્રત્યારોપથી જામ નહી ખુલે."
11. ઉલ્લેખનીય છે કે ગુરૂવારની સાંજે વરસાદથી ગુડગાવના હોંડા ચોકથી જામની શરૂઆત થઈ. અનેક ગાડીઓ ત્યા ફસાઈ ગઈ. ત્યારબાદ એનએચ 8 પર ગુડગાવથી દિલ્હીનો રસ્તો ખોલવામાં આવ્યો પણ જામથી મુક્તિ ન મળી. હરિયાણા રોડવેઝની બસ ખરાબ થતા આ જામ લાગ્યો.