શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2015 (10:52 IST)

શાહી ઈમામ બુખારીના પુત્ર સાથે લગ્ન કરવા માટે હિંદુ યુવતીએ ઈસ્લામ કબુલ્યુ ?

વર્ષ 2014માં દિલ્હીના જામા મસ્જિદના ઔપચારિક નાયાબ ઈમામ બનેલ શબાન બુખારી હિંદુ યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીના 20 વર્ષના પુત્ર શબાન બુખારી ગાજિયાબાદની રહેનારી એક હિંદુ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું કહેવુ છે કે બંને થોડા વર્ષોથે રિલેશિનસિપમાં છે. આ રિપોર્ટ અનેક હિન્દી અને અંગ્રેજી સાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે. 
 
જો બુખારી પરિવારે અંતધાર્મિક લગ્નનો સ્‍વીકાર કર્યો છે તો તે પ્રશંસનીય છે. શબાન બુખારી વિશે કહેવાય છે શબાન હિન્‍દુ યુવતી સાથે છેલ્લા બે વર્ષથી રિલેશનશીપમાં છે. મીડિયા અહેવાલો પ્રમાણે, ‘સૈયદ અહમદ બુખારી અંગે કહેવામાં આવે છે કે તેઓ શરૂઆતમાં આ સંબંધ અંગે વિરોધ દાખવતા હતા પરંતુ જયારે યુવતી ઈસ્‍લામ ધર્મ અંગીકાર કરવા રાજી થઈ ગઈ તો તેઓ પણ માની ગયા હતા.
 
   જો કે શબાનના લગ્ન અંગે અનેક વિરોધાભાસી સમાચારો આવી રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે જામા મસ્‍જિદના ઓફિસ પ્રભારીના હવાલાથી જણાવાયું છે કે આ ખોટી વાત છે. બલ્‍કે શબાન એક મુસ્‍લિમ યુવતી સાથે લગ્ન કરવાના છે. શબાન બુખારી એક મુસ્‍લિમ યુવતી સાથે એંગેજ છે. યુવતી સંપૂર્ણપણે ઈસ્‍લામિક નિયમોને પાળનારી છે. એ યુવતીનો પરિવાર ઈસ્‍લામી છે. તે ઈસ્‍લામિક સ્‍ટડીઝની વિદ્યાર્થિની છે અને કુરાન યાદ કરી રહી છે.'
   શબાન બુખારી એમિટી યુનિવર્સિટીમાંથી સોશિયલ ગ્રેજયુએટ છે. ગત વર્ષે ઔપચારિક રીતે તેઓને દિલ્‍હી સ્‍થિત જામા મસ્‍જિદના નાયબ ઈમામ બનાવવાની દ્યોષણા કરાઈ હતી