ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (10:33 IST)

વેલેંટાઈન ડે પર LOVERSને રાહત, હિંદુત્વ બ્રિગેડ 14 ફેબ્રુઆરીને બનાવશે યાદગાર

વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓની ખબર લેનારા હિંદુ સંગઠનોએ આ વખતે 14 ફેબ્રુઆરીએ બીજા કાર્યક્રમનુ એલાન કરી દીધુ છે.  હિંદુ મહાસભાએ કહ્યુ છેકે આ વખતે વેલેન્ટાઈન ડે ને યાદગાર બનાવવામાં આવશે. 
 
એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ 14 ફેબ્રુઆરીને સંગઠન હિંદુત્વ બ્રિગેડ વેલેન્ટાઈસ ડે ને ના રોજ કંઈક વિશેષ કરશે. જેના હેઠળ હિંદુ મહાસભા 14 ફેબ્રુઆરીના રોજ જુદા જુદા ધર્મોના લોકોને પરસ્પર લગ્ન કરવાના નિર્ણયનુ સ્વાગત કરશે. પરંતુ શરત એ રહેશે કે બિન હિંદું પાર્ટનરે  'ઘરવાપસી' કરવી પડશે મતલબ હિંદુ બનવુ પડશે. 
 
મહાસભા આંતરજ્ઞાતીય કપલ્સનુ ખુલા દિલથી સ્વાગત કરશે  એટલુ જ નહી મહાસભા તેમને પોતાના ઓફિસમાં લગ્નનો પ્રસ્તાવ પણ આપશે. ઉલ્લેખનીય છે કે આને 'ઘરવાપસી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મુદ્દાને લઈને સરકારની પહેલા જ ઘણી બદનામી થઈ ચુકી છે. 
 
અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્ર પ્રકાશ કૌશિકનુ કહેવુ છે કે 14 ફેબ્રુઆરીને પ્રેમ વિવાહ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. અને એ પણ 'ઘરવાપસી'નો ભાગ રહેશે. કૌશિકે કહ્યુ. લગ્ન પહેલા એક કલાકમાં મુસ્લિમ કે ઈસાઈ પાર્ટનરની 'ઘરવાપસી' કરાવવામાં આવશે. આ માટે કપલ્સે મહાસભાને સૂચના આપવી પડશે જેથી તૈયારી કરી શકાય.