મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન. , સોમવાર, 2 માર્ચ 2015 (11:05 IST)

સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન - ખાન બંધુઓની ફિલ્મો હિન્દુઓએ ન જોવી જોઈએ

બીજેપી નેતા સાધ્વી પ્રાચીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. સાધ્વીએ કહ્યુ છે કે હિંદુઓએ અભિનેતા આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મો ન જોવી જોઈએ. 
 
દેહરાદૂનમાં આયોજીત વિશ્વ હિંદુ પરિષદની રવિવારે થયેલ સભામાં સાધ્વીએ આ અભિનેતાઓની તસ્વીર પોતાના ઘરોમાં ન લગાડવાની સલાહ આપતા કહ્યુ કે ખાનોની ફિલ્મો દ્વારા આપણા બાળકોને યોગ્ય સંસ્કાર નથી મળતા. પ્રાચીએ પોતાના વિવાદિત બોલ દરમિયાન કહ્યુ કે આ (આમિર-સલમાન અને શાહરૂખ) લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. લવ જેહાદ અંતર ધાર્મિક વિવાહ નથી પણ આ અપરાધિક વિચાર સાથે કરવામાં આવનારુ બળજબરી પૂર્વકનું ધર્મ પરિવર્તન છે. હિંદુ સંગઠન આને ક્યારેય સહન નહી કરી શકે. 
 
સાધ્વીના મુજબ કોંગ્રેસ પાર્ટીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની ચિંતાઓનુ સમાધાન કરતા એક ભારતીય યુવતી સાથે લગ્ન કરી લેવુ જોઈએ. સાધ્વીએ હિંદુઓને અપીલ કરે કે તેમણે વધુમાં વધુ બાળકો પેદા કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાધ્વી પ્રાચીના એ વિવાદિત નિવેદનની ખૂબ આલોચના થઈ હતી. જેમા તેણે હિંદુઓને ચાર બાળકોને જન્મ આપવાની સલાહ આપી હતી.