શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બરવાલા , બુધવાર, 19 નવેમ્બર 2014 (13:01 IST)

સંત રામપાલની ધરપકડ કરવાની આજે ફરી કોશિશ, હજારો સમર્થકોએ આશ્રમ છોડ્યુ

. કાયદા અને ન્યાયિક વ્યવસ્થાની મજાક ઉડાવનારા રામપાલની ધરપકડ કરવાની કોશિશમાં હરિયાણા પોલીસ આજે નવેસરથી સતલોક આશ્રમ પર હલ્લા બોલ કરાશે. પોલીસે રામપાલ અને તેના એક હજાર સમર્થકો વિરુદ્ધ બરવાલામાં દેશદ્રોહ સહિત ચાર કેસ નોંધાયા છે. 
 
હરિયાણાના ડીજીપી એસએન વશિષ્ઠે કહ્યુ છે કે રામપાલ આશ્રમમાં જ છે. પોલીસ આશ્રમની અંદર નથી ઘુસી અને ન તો પોલીસની તરફથી અત્યાર સુધી કોઈ ગોળી ચાલી ચલાવાઈ છે. ડીજીપીએ કહ્યુ કે આશ્રમે ચાર મહિલાઓની લાશ સોપી છે. આ ઉપરાંત એક મહિલા અને એક બાળકનુ મોત હોસ્પિટલમાં થઈ ગયુ. તેમણે કહ્યુ કે અમે હજુ પણ કહી રહ્યા છીએ કે રામપાલ સરેંડર કરી દે. ડીજીપી એ પણ કહ્યુ કે નિર્દોષ લોકોનો જીવ બચાવવો તેમની પ્રાથમિકતા છે. પણ રામપાલની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે રામપાલ સમર્થકો આગળ લાચાર થયેલ પોલીસે ગઈ સાંજે અપના અભિયાન રોકી દીધુ હતુ.  ગઈકાલની ઘટના પછી આજે પણ પોલીસ અને રામપાલ સમર્થકોની વચ્ચે ટક્કરની શક્યતા છે. 
 
 આ દરમિયાન રામપાલ ક્યા છે અને આટલો હંગામો થયા પછી પણ તે સામે કેમ નથી આવી રહ્યા એ મોટો પ્રશ્ન છે. બીજી બાજુ હજારોની સંખ્યામાં રામપાલ સમર્થક આશ્રમ છોડી જઈ ચુક્યા છે. આસપાસના લોકોએ જણાવ્યુ કે લગભગ 10 હજાર લોકોએ રાત્રે આશ્રમ છોડ્યુ છે. જો કે આજે પણ મોટી સંખ્યામાં રામપાલ સમર્થક આશ્રમની અંદર હાજર છે. લોકોએ જણાવ્યુ કે આશ્રમની અંદર કરિયાણું લગભગ ખતમ થઈ ગયુ છે અને ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. 
 
 
મંગળવારે બપોરે પોલીસે જ્યારે કાર્યવાહી કરી તો રામપાલના સમર્થકોએ અશ્રમની અંદરથી ફાયરિંગ કર્યુ અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા.  આ ઝડપમાં 100થી વધુ પોલીસવાલા ઘાયલ થયા. ઉલ્લેખનીય છે કે આશ્રમની અંદર હાજર લોકો પણ આ કાર્યવાહી દરમિયાન ઘાયલ થયા હશે. પણ હજુ સુધી આ અંગેની કોઈ સત્તાવાર ખાતરી થઈ નથી.  
 
આશ્રમની અંદરથી બહાર આવેલ કેટલાક લોકોનુ માનીએ તો રામપાલ અને તેમના કેટલાક કટ્ટર સમર્થકોએ આશ્રમની અંદર લોકોએન બંધક બનાવી મુક્યા છે. આવામાં પોલીસની મુશ્કેલી રામપાલ અને તેના ગુંડાઓને કાબુમાં કરીને આશ્રમની અંદર બંધ કરેલ લોકોએન સુરક્ષિત બહાર કાઢવાની પણ છે. 
 
જો કે રામપાલ સમર્થકોની ગુંડાગર્દી સાથે મંગળવારે પોલીસે પણ બર્બર વલણ અપનાવ્યુ અને ઘટનાને કવર કરવા ગયેલા પત્રકારો પર દંડા વરસાવ્યા. પોલીસની કાર્યવાહીમાં એનડીટીવીના રિપોર્ટર અને કેમરામેન ઘાયલ થયા.