ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (17:14 IST)

ભારત પાસે છે 7 એવા હથિયાર જે મિનિટોમાં પાકિસ્તાનને માત આપી શકે છે !!

જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકી હુમલામાં દેશના 20 જવાન શહીદ થઈ ગયા. જવાનોના શહીદ થતા સમગ્ર દેશમાં રોષ અને પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો છે. સોશિયલ સાઈટ્સ પર પણ લોકો પાકિસ્તાનને વળતો જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. આવામાં ભારતથી ગભરાયેલુ પાકિસ્તાન ન્યૂક્લિયર હુમલાનો રાગ આલાપી રહ્યો છે. પણ ભારતીય સેના પાસે કેટલાક એવા હથિયાર છે. જેનાથી પાકિસ્તાન સાથે અન્ય દેશ પણ ગભરાઈને મજબૂર થઈ શકે છે. 
 
જાણો હથિયારો વિશે વિગતવાર માહિતી. 
1.  INS વિક્રમાદિત્ય 

આ સમુદ્રમાં ચાલતો ફરતો અભેદ કિલો છે. જો કે 283 મીટર લાંબો 20માળ ઉછો અને 44,500 ટન ભારે છે. 30 લડાકૂ જહાજ લઈ જવાની ક્ષમતાથી લૈસ વિક્રમાદિત્ય પર 6 કોમોવ-31 હેલીકોપ્ટર પણ ગોઠવાયેલા રહે છે. જે તેને પનડુબ્બીના હુમલાથી પણ બચાવી શકે છે. વિક્રમાદિત્ય 6 નળીવાળી AK-630 તોપથી સજ્જ છે. જમીનથી હવા પર માર કરનારી બરાક મિસાઈલ આને દુશ્મનના લડાકૂ જહાજથી બચાવશે. પોતાના રડાર પ્રણાલીથી આ પોતાની ચારેબાજુ 500 કિલોમીટરના વિસ્તાર પર વાર કરી શકે છે. આ 56 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી યુદ્ધક્ષેત્ર સુધી પહોંચી શકે છે. તેના પર 6 ડીઝલ જનરેટર લાગેલા છે. જેનાથી 18 મેગાવોટ વીજળી મળે છે. તેના પર એક સમયમાં 1600 થી 1800 સૈનિકો હાજર રહે છે. 

2. સુખોઈ - 30 MKI 
 
દુનિયાનુ સૌથી ઝડપી ફાઈટર પ્લેનમાંથી એક સુખોઈ હવામાં જ ફ્યુલ ભરવાની ક્ષમતા ધરાવે છે. આ 1350 કિમી. પ્રતિ કલાકની ગતિથી દુશ્મનો પર વાર કરી શકે છે. તેનુ વજન 4600 કિલોગ્રામ અને લંબાઈ 8.56 મીટર છે. આ એક વાર ઉડાન ભર્યા પછી 8,000 કિલો સુધીના હથિયાર લઈને 5200 કિમી સુધી ઉડાન ભરી શકે છે. તેમા બ્રહ્મોસ મિસાઈલ મુકવાની પણ ક્ષમતા છે. 

 

3. INS અરિહંત  

તેમા 12 શોર્ટ રેંજ k-15 મિસાઈલ અને 4 લાંબી દૂરીના k-4 બૈલિસ્ટિક મિસાઈલ ગોઠવી શકાય છે. આ પાણીની અંદર જમીન અને હવાથી પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે અને 700થી લઈને 3500 કિમી સુધી માર કરી શકે છે. આ 6 હજાર ટન વજની ન્યૂક્લિયર સબમરીન છે. 

4. બ્રહ્મોસ 

 આ દેશનુ સૌથી મોર્ડન અને દુનિયાનુ સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે. દુનિયાનુ કોઈપણ મિસાઈલ આ મામલે તેની આગળ ઓછુ છે.  આ ન્યૂક્લિયર વૉર હેડ તકનીકથી યુક્ત છે અને 290 કિમી દૂર સુધીના લક્ષ્ય કરીને વાર કરી શકે છે. તેને દાગ્યા પછી જો લક્ષ્ય રસ્તો બદલી લે તો આ મિસાઈલ પણ પોતાનો રસ્તો બદલી લે છે અને નિશાન સાધે છે. 

5. અગ્નિ -1 
 
આની મારક ક્ષમતા 700 કિમી છે અને 9 મિનિટ 36 સેકંડમાં પોતાના લક્ષ્યને ભેદી શકે છે. આ 15 મીટર લાંબી છે જ્યારેકે તેનુ વજન 12 ટન છે. આ એક ટનથી વધુ વજની પે-લોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેમા અત્યાધુનિક નૌવહન પ્રણાલી લગાવવામાં આવી છે જે એ સ્પષ્ટ કરે છે કે આ સંપૂર્ણ સટીકતાથી લક્ષ્ય સુધી પહોંચી રહ્યુ છે. તેની મારક દૂરીને પેલોડ ઓછુ કરીને વધારી શકાય છે. 

6.  C-130 j હરક્યૂલિસ
 
આ ખરાબ ઋતુમાં ઉડાન ભરવાની સાથે લેંડિગ કરી શકે છે. તેને લૈંડ કરવા માટે વધુ રનવેની જરૂર નથી પડતી. આ 20 ટન સુધી સામરિકનો સામાન લઈ જઈ શકે છે અને તેમા લગભગ 80 સૈનિક હથિયારો સાથે ઉડી શકે છે. આ વાયુસેનાનુ સૌથી મોટુ વિમાન છે. ઉત્તરાખંડ વિપદા સમયે પણ આ વિમાને ઓપરેશન રાહતમાં મોટી ભૂમિકા ભજવી હતી. 
 
 

7. AH-64D અપાચે 
 
AH-64D અપાચે લૉંન્ગબો હેલીકોપ્ટર 171 મીલ પ્રતિ કલાકની ગતિથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આ હેલીકોપ્ટર પર્વતો અને જંગલોમાં માર કરવામાં સક્ષમ છે. આ હેલીકોપ્ટર્સનો ઉપયોગ દુશ્મન શહેરો સાથે જ દેશની અંદર ઉગ્રવાદીઓ વિરુદ્ધ પણ કરી શકાય છે.