શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 25 નવેમ્બર 2015 (12:23 IST)

ભારતથી વધુ સુરક્ષિત તમારે માટે બીજો કોઈ દેશ નથી આમિર - તસ્લીમા નસરીન

દેશના વર્તમાન વાતાવરણ પર બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે.  બીજેપી અને મોદીના મંત્રી આમિર ખાન વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર પણ આમિરને તમામ આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
હવે આ મામલે વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને પણ ટ્વીટ કર્યુ છે. તસ્લીમાએ ટ્વીટ કર્યુ છે કે 'અસહિષ્ણુતા દુનિયામાં થોડી કે વધુ થઈ ગઈ છે. આમિર ખાન જેવા સેલિબ્રિટી અને તેમના પરિવાર માટે ભારત સૌથી વધુ સુરક્ષિત સ્થાન છે.' 
 
મુસ્લિમ કટ્ટરપંથિયો તરફથી મળનારી મોતની ધમકીઓને કારણે 52 વર્ષીય લેખિકા વર્ષ 1994થી નિર્વાસિત જીવન જીવી રહી છે.  
 
ઉલ્લેખનીય છે કે આમિર ખાનની ફિલ્મ પીકે જોયા પછી તસ્લીમાએ ટ્વીટ કર્યુ હતુ કે, "પીકે જેવી ફિલ્મ બનાવીને તમે 300 કરોડ કમાવ્યા છે. આમિર જો આ ફિલ્મ પાકિસ્તાની અને બાંગ્લાદેશમાં બનાવી હોત તો તમને ફાંસી પર લટકાવી દેવામાં આવતા." 
 
ઉલ્લેખનીય છે કે દેશમાં અસહિષ્ણુતા પર ચાલી રહેલ ચર્ચા દરમિયાન સોમવારે આમિર ખાને કહ્યુ હતુ કે પહેલીવાર તેમની પત્ની કિરણને તેમના બાળકોને લઈને ભય લાગી રહ્યો છે. આમિર મુજબ તેમની પત્ની કિરણ દેશ છોડીને જવાની વાત કરી. તેમણે 6-8 મહિનાના વાતાવરણનો ઉલ્લેખ કર્યો.