શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (15:28 IST)

ભારતીય સેના પોતાના 17 શહીદ જવાનોનો પાકિસ્તાન સાથે આ રીતે બદલો લેવા માંગે છે

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મીના 12 બ્રિગેડ હેડક્વાર્ટર પર ફિદાયીન હુમલા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા ઉઠાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પોતાના 17 જવાનોનો બદલો લેવા માટે સેનાએ પોતાની શરૂઆતી પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યુ છે. આ વિશે સરકાર પાસે મંજુરી લેવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. 
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાના સમાચાર મુજબ ઉરીમાં ભીષણ આતંકી હુમલા પછી સેના હવે પાકિસ્તાન સાથે લાગી રહેલ 778 કિલોમીટર લાંબી એલઓસી પર પોતાની તાકતને વધુ મજબૂત કરવાની છે. એલઓસી પર સેનાની સંખ્યા વધારવાનો નિર્ણય પાકિસ્તાની સેનાને પણ નુકશાન પહોંચાડવાની રણનીતિનો એક ભાગ છે. 
 
ભારતીય સેના આ સાથે જ અનેક બીજા મોરચા પર પોતાની તૈયારી મજબૂત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર સામે સેના પોતાની આ માંગો સાથે જલ્દી પહોંચી શકે છે. 
 
- ભારતીય સેના એલઓસી પર તોપીની ગોઠવણી અને અન્ય ઓપરેશંસને મંજૂરી આપવાની માંગ કરી શકે છે. 
- ભારતીય સુરક્ષા બળનો એક મોટો તબકો ઈચ્છે છે કે સરકાર સીમા પર હુમલા પર પણ વિચાર કરે. 
- સરકારે પાકિસ્તાની સીમાની અંદર સીમિત પણ જવાબી હુમલા કરવાની મંજુરી આપવા પર પણ વિચાર કરવો જોઈએ. 
- પાકિસ્તાની સેના પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસપેઠ કરાવવામાં મદદની વાત સતત સામે આવી રહી છે. 
- એલઓસી પર ગોઠવાયેલ આર્મી બટાલિયનો અને વેસ્ટર્ન ફ્રંટ પર એયર ફોર્સના એયરબેસને ફુલ એલર્ટ પર રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. 
- જો ભારતીય સેના તરફથી પાકિસ્તાની ક્ષેત્રમાં જઈને હુમલા પર વિચાર નહી કરવામાં આવે તો એલઓસી પાર કર્યા વગર જ પાક સૈનિકોને કરારો જવાબ આપવાની રણનીતિ પર જોર. 
- હથિયાર ભંડારોને ટારગેટ કરવો અને પાકિસ્તાની સીમા ચૌકિયો પર ભારે મોર્ટાર દાગવા જેવી કાર્યવાહી સેના તરફથી કરી શકાય છે. 
- પાકિસ્તાની રેડ લાઈનને પાર કરવાના વિકલ્પ પર પણ વિચાર 
- ઈંફ્રેંટી યૂનિટ્સ તરફથી ટ્રાંસ-બોર્ડર ઓપરેશન ચલાવવાની મંજુરી પણ માંગવામાં આવશે. 
- બીજી બાજુ 90 કિલોમીટર સુધી માર કરનારી સ્મર્ચ રોકેટ્સની ગોઠવણી કરવા પર માંગ 
- આ ઉપરાંત 290 કિલોમીટર સુધી માર કરી શકનારી બ્રહ્મોસ મિસાઈલના ઉપયોગ કરવાની મંજુરી પણ માંગવામાં આવશે.