શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:49 IST)

શું પાઈપ લાઈન પ્રોજેક્ટ થી પાણીની અછત અને દુકાળની પરિસ્થિતિ ઉકેલાય છે ? ગુજરાતનો રાજકીય ઈતિહાસ તપાસીએ.

(૧) વર્ષો પહેલા શેત્રુંજી ડેમ થી ભાવનગર સુધીની પાઈપ લાઈન નાખવામાં આવી પરંતુ તેનાથી ન તો ભાવનગરની જળ સમસ્યા ઉકેલની ન પાલીતાણા ના ખેડૂતોને પુરતું પાણી મળ્યું.
 
(૨) ૧૯૮૫ -૮૬ ના દુકાળ સમયે સનત મહેતાને રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ચાણોદ ચોટીલા પાઈપ લાઈનનો વિચાર આવ્યો. આ યોજના ૧૯૯૮ સુધી  માત્ર કાગળ ઉપર ચાલતી રહી. ખર્ચ ૫૦૦ કરોડથી વધીને ૭૦૦ કરોડ થયો.
 
(૩) બી.જે.વસોયા નામના ઈજનેરી ખંભાતના અખાત ઉપર પુલ કમ પાઈપ લાઈન ની રૂ.૫૦૦ કરોડની અન્ય પાઈપ લાઈન યોજના તરતી મૂકી જે માત્ર કાગળ ઉપર ચાલતી રહી.
 
(૪) ૧૯૯૮ માં સરકારે રૂ. ૭૦૦ કરોડની મહી પરીએજ પાઈપ લાઈન જાહેર કરી, ૨૦૦૧ ના માર્ચમાં આ પાઈપ લાઈનમાં પાણી તો વહેતું થયું પણ આગળ જતા ભાવનગર , અમરેલી ,જુનાગઢ રાજકોટની જળ સમસ્યા ઉકેલની નહિ અને ટેન્કર રાજ કાયમ રહ્યું.
 
(૫) ૨૦૦૧ માં સરકારે ઉત્તર ગુજરાતના જલાશયોઓને નર્મદાના નીર થી છલકાવી દેવા યોજના જાહેર કરી પણ ઉત્તર ગુજરાતની જળ સમસ્યા ઉકેલની નહિ,
 
(૬) માળિયા થી રાજકોટ , જામનગર અને દ્વારકા – વાયા ટંકારા સુધીની પાઈપ લાઈન આ પ્રદેશની જળ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીવડી. આ યોજના ઘણી મંથર ગતિએ ચાલતી રહી.
રૂ. ૯૦૦ કરોડ એળે ગયા.
 
(૭) માળિયા થી ભચાઉ-ભુજ-મુન્દ્રા-લખપતની પાઈપ લાઈન તો જાણે અદાની માટેજ બનાવવામાં આવી ,. કચ્છના ગામડાઓ ઉનાળો આવ્યે ત્રાહિમામ પોકારવા લાગ્યા.
 
(૮)  ૨૦૦૪ માં રૂ. ૬૦૦૦ કરોડની ફૂસલમ-ફૂસલમ યોજના છતાં ઉત્તર ગુજરાતના ખેતરો અને ગામડાઓ ઉનાળે તરસ્યા રહે છે.
 
(૯) ૨૦૦૭ માં ઢાંકી ખાતે પીવાના પાણીની સ્વર્ણિમ વોટર ગ્રીડ યોજના જાહેર થઇ.
 
(૯ ) ૨૦૦૯ સપ્ટેમ્બર માં ખુલ્લી કેનાલોની યોજના કારગત નીવડી નથી. એટલે નર્મદા નિગમના ચેમેન શ્રી એન વી પટેલે ખુલ્લી કેનાલો ને બદલે ભારે ખર્ચાળ પાઈપ લાઈનોની ખર્ચાળ પદ્ધતિ ઠોકી બેસાડવા ના પ્રયાસ હાથ ધર્યા. ગુજરાત સરકારે ખુલ્લી કેનાલના બદલે ભૂગર્ભ પાઈપ લાઈનો પાથરવાનું નક્કી કર્યું.
 
હવે સાકાર કેનાલો,પેટા કેનાલો,માઇનોર કેનાલો અને પેટા માઇનોરની જગ્યાએ ૬૬,૦૦૦ કી.મી.લંબાઈની  
પાઈપ લાઈનનું માળખું ઉભું કરશે.પોતાની નિષ્ફળતા ઢાંકવા ગુજરાત સરકાર “ સોના કરતા ઘડામણ મોંઘુ” ની કહેવત ને સાર્થક કરશે. આ ખર્ચાળ યોજનાનો ભાર પ્રજા અને લાભાર્થી ખેડૂતોને વેંઢઆરવો પડશે.
 
“પ્રેશરાઇઝડ ઈરીગેશન નેટવર્ક સીસ્ટમ” અંતર્ગત ૨૦૦ થી ૫૦૦ હેકટરના યુનિટ બનશે, 
ખેડૂતોની મંડળીઓ બનાવવી પડશે, મંડળીઓ પમ્પીંગ કરી પાણી લેશે,
 
દરેક મંડળી એ પોંડ પંપ, પી વી સીની પાઈપ લાઈન, વીજળી કનેક્શન મોટર પંપ, પંપ હાઉસ બનાવવા પડશે. દરેક મંડળી એ રૂ.1,૧૫,૦૦૦ ની જોગવાઈ કરવી પડશે. આર્થીક રીતે આ બધું ખેડૂતોને કેમ પરવડશે ? ૬૦૦૦ મંડળીઓ બનાવવી પડશે. કારખાનાઓ માટે મોટી ખરીદી નીકળશે, કરોડો અબજો રૂપિયા ખર્ચાશે, મોટા ઉદ્યોગ  ગ્રહો ને ફાયદો થશે. ( ૨૦૦૯ સપ્ટેમ્બર) 
 
- (૧૦) ૨૦૧૧ માં મુખ્ય મંત્રીએ એક અન્ય સિંચાઈ યોજનાની જાહેરાત કરી.  સૌની યોજના નેજા હેઠળ સૌરાષ્ટ્રના સાત જીલ્લાના જળાશયોમાં નર્મદાનું ૧૦ લાખ એકર પાણી ભરાશે.
ચાર ઠેકાણે જોડાણ કરાશે.
(૧) મછુ-૨ થી ઊંડ ૧ -જામનગર / પૂર્વ સૌરાષ્ટ્ર,/ પહેલો તબક્કો – ૫૭ કી.મી.લાંબી પાઈપ લાઈન 
(૨) ભોગાવો થી ભીમડાદ –ભાવનગર / બીજો તબક્કો – ૫૧ કી.મી લાંબી પાઈપ લાઈન 
(૩) ભોગાવો થી મછુ-૧-મોરબી /ત્રીજો તબક્કો – ૬૬ કી.મી લાંબી પાઈપ લાઈન 
(૪) ભોગાવો થી અન્કડિયા –રાજકોટ /૫૪ કી.મી. લાંબી પાઈપ લાઈન ( જુન ૨૦૧૧)
(૧૧) વિશ્વ જળ દિવસે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, પાણી પુરવઠા મંત્રી નીતિન પટેલએ જાહેરાત કરી કે,
(૧) ૧૧૯૯૬૪ કી.મી.પાણી વિતરણ પાઈપ લાઈન પથરાઈ ગઈ છે 
(૨)૧૧૪૮૫ ઉંચી ટાંકીઓ બંધાઈ ગઈ છે 
(૩) ૩ કરોડ ૭૮ લાખની વસ્તી ને આવરી લેવાઈ છે 
(૪) ગુજરાત હવે ટેન્કર અને અચત મુક્ત થઈ ગયું છે /૨૦૧૧ માં માત્ર ૨૧૨ ટેન્કર થી પાણી અપાયું 
(૫) રૂ ૯૬૪ કરોડ ના ખર્ચ વાળી ૩૭ પાણી પુરવઠા યોજના ૨૦૧૪ માં પૂર્ણ થઈ જશે 
(૬) રાજ્યના ૭૪ % પરિવારો ને ઘર આંગણે નળ કનેક્શન મળી ગયા છે 
જળ શક્તિ નો ચમત્કાર અને સમૃદ્ધી નો સાક્ષત્કાર ગુજરાત માં ચોમેર વર્તાઈ રહ્યો છે 
( ૨૨ માર્ચ ૨૦૧૨ : વાસ્મો ; પાણી પુરવઠ વિભાગ : ૨૨ / ૦૩ /2012 ) 
 
- આજે જયારે સૌની યોજનાઓ લોકાર્પણ વિધિ થઇ રહ્યો છે ત્યારે ૧૦૦૦ કરોડની યોજના હવે ૧૨૦૦ કરોડની થઇ ચુકી છે ૨૦૧૬ ના બદલે હવે તે ૨૦૨૦ સુધી પૂરી કરવાની મધલાળ પીરસી રહી છે.
 
વાસ્તવમાં પાઈપ લાઈનો પાથરવાથી નથી બહેનોના માથેથી બેડા ઉતરતા , નથી કચ્છના માલધારીઓને વણઝાર અટકતી, નથી ટેન્કર રાજનો અંત આવતો, નથી પાણીની ચોરી અટકતી, નથી સરકાર પાણીનો ખર્ચ વસુલ કરી શક્તિ.નથી નિયમિત-પુરતું-શુદ્ધા પાણી પૂરું પડી શક્તિ, નથી અંતર પ્રદેશ વિવાદ ઉકેલતો, નથી લોકો પોત પોતાના જળ સ્રોતો પ્રત્યે સભાન બનતા, સમાજ અખો પરાવલંબી બની રહ્યો છે . પાઈપ લાઈન યોજનાઓ માં પ્રચાર ઝાઝો અને પાણી ઓછું વહે છે એ નક્કી.