શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (11:34 IST)

ભાજપાને દિલ્હી ચૂંટણીમાં હારનો ભય સતાવી રહ્યો છે - અરવિંદ કેજરીવાલ

આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી આયોગ તરફથી મળેલ ફટકારથી નારાજ છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પછી આયોગ વિરુદ્ધ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. એ કહેવુ છે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલનું. 
 
એક ખાનગી ટીવી સાથેની વિશેષ વાતચીતમાં કહેવામાં આવ્યુ કે બીજેપી અને કોંગ્રેસને એવુ લાગી રહ્યુ છે કે તે ચૂંટણી નહી જીતે તેથી ચૂંટણી આયોગ વિરુદ્ધ સતત તેમની ફરિયાદ કરી રહ્યા છે. 
 
તેમણે કહ્યુ કે બીજેપીના લોકો મારા પર વ્યક્તિગત ટિપ્પણી કરે છે. પણ હુ તેમને ખુલ્લા મંચ પર ચર્ચાનો પડકાર આપુ છુ. 
 
કેજરીવાલે કહ્યુ કે બીજેપી હારી રહી છે અને આ ડરથી તેમણે મારી ચૂંટણી આયોગને ફરિયાદ કરી. બીજી બાજુ કોંગ્રેસ પાસે પણ કશુ નથી. આ બધા ચૂંટ્ણી પહેલા પૈસા વહેંચશે અને વોટ ખરીદશે. અમે ચૂંટણી પછી હાઈકોર્ટમાં ચેલેંજ કરીશુ. મે કશુ જ ખોટુ નથી કર્યુ.  હકીકત એ છે કે બીજેપી અને કોંગ્રેસની રેલીમાં લોકો નથી આવી રહ્યા તેથી તેઓ આવા કામ કરી રહ્યા છે. 
 
કિરણ બેદી વિશે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હુ હજુ પણ કિરણ બેદીને પસંદ કરુ છુ. આંદોલનના સમયે દરેક પ્રકારના લોકો આવી રહ્યા હતા. ભલે જેમની કોંગ્રેસ સાથે સહાનુભૂતિ હોય કે બીજેપી સાથે. કિરણ બેદીનું બીજેપીમાં જવુ અમારે માટે ચોંકાવનારી વાત છે. અમે ગયા વર્ષે તેમને સીએમ બનાવવાની ઓફર કરી હતી. હુ કિરણ બેદીજી વિશે ક્યારેય ખરાબ નથી બોલ્યો. ખબર નહી તેમને મને કેમ અનફોલો કરી નાખ્યો. 
 
કેજરીવાલે આગળ કહ્યુ કે બીજેપીની પાસે એક જ એજંડા છે. કેજરીવાલને હરાવવાના છે. કિરણ જી કહે છે કે હુ ટોક્સિક છુ. નુપુર શર્મા કહે છે કે હુ વાંદરો છુ. પીએમ કહે છે કે હુ જંગલી છુ. આ પ્રકારની રાજનીતિ સારી નથી. મુદ્દાની રાજનીતિ કરો અને આવો મુદ્દા પર ડિબેટ કરીએ.  મે આ દેશના સૌથી વધુ પાવરફુલ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. 
 
આંદોલન કરવાની રાજનીતિ પર કેજરીવાલે કહ્યુ કે આ આપણો અધિકાર છે. મુખ્યમંત્રી હોય તો પણ ધરણા કરવી જોઈએ. જરૂર કરવી જોઈએ. જો મારા લોકો વિરુદ્ધ કશુ ખોટુ થશે અને હુ કશુ નહી કરી શકુ તો હું આંદોલન કરીશ.