શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (11:14 IST)

ઇશરત જહાં લશ્કર-એ-તૈયબાની ફિદાઇન હતીઃ= ડેવિડ હેડલી

લશ્કર-એ-તૈયબાનં પાકિસ્તાની-અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમૅન હેડલીએ અમદાવાદમાં પોલીસ એનકાઉન્ટરમાં ઠાર કરાયેલી ઇશરત જહાં વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે. હેડલીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને જણાવ્યું કે ઇશરત જહાં લશ્કરની આત્મઘાત હુમલાખોર હતી. હેડલીએ આ રહસ્યોદ્ઘાટન એનઆઈએ ટીમનાં શિકાગો પ્રવાસ દરમિયાન કર્યો હતો.

નોંધનીય છે કે ઇશરતનું એન્કાઉન્ટર 2004માં થયુ હતું અને આ મુદ્દે ગુજરાત પોલીસ તેમજ તે વખતનાં ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ સામે સવાલો ઊભા કરાયા હતાં. હેડલીના ઘટસ્ફોટ બાદ આ મુદ્દે ચાલતા રાજકારણ પર વિરામ લાગી શકે છે. ઇશરત સાથે એન્કાઉન્ટરમાં બે વધુ આતંકવાદીઓ પણ ઠાર કરાયા હતાં કે જેઓ મૂળ પાકિસ્તાનનાં હતાં.

આ પહેલા મુંબઈની અદાલતે હેડલીને માફી આપી દીધી અને 26/11નાં મુંબઈ હુમલાના કેસમાં તાજનો સાક્ષી બનાવ્યો હતો. આ ઘટનાક્રમ પાકિસ્તાનમાં હુમલા માટે રચાયેલા કાવતરાનું સત્ય સામે લાવવામાં સહાયક સાબિત થઈ શકે છે.