શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (16:13 IST)

સફળ રહ્યુ એંજીનનું પરીક્ષણ, બે દિવસ પછી મંગળ પર હશે ISROનું યાન

. ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મંગળ મિશનનુ સોમવારે મુખ્ય પડાવ છે બપોરે અઢી વાગ્યેના લગભગ આ યાન લિક્વિડ એંજીનનુ 4 સેકંડ માટે ટેસ્ટ ફાયર કરવામાં આવ્યુ. ઈસરોનાએ આ અંગેની માહિતી આપી. વૈજ્ઞનિકોએ ગયા અઠવાડિયે જ એંજિનના આ ટેસ્ટ માટે કમ્પ્યુટરમાં કમાંડ નોંધાવ્યા હતા. આ એંજિનને 24 સપ્ટેમ્બરના રોજ શરૂ કરીને યાનને મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. બીજી બાજુ અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસા તરફથી મોકલવામાં આવેલ મૈવેન નામનુ અંતરિક્ષ યાન 10 મહિનામાં 44 કરોડ 20 લાખ મીલની યાત્રા કર્યા બાદ રવિવારે રાત્રે મંગળની કક્ષામાં પહોંચી ગયુ. ભારતના મંગલ મિશનની જેમ આ પણ ગ્રહના કિનારા પર ન રહેતા કક્ષામાં ચક્કર લગાવશે અને ત્યાના વાતાવરણ ગ્રહ પર પાણીની હાજરી અને રહેઠાણની શક્યતાઓનો અભ્યાસ કરશે.   
 
ઈસરોની પાસે પ્લાન બી પણ 
 
ઈસરોનુ મંગળયાનનુ આ એંજીન પ્રક્ષિપ્ત થયા બાદ લગભગ 300 દિવસોના સફરમાં આઈડલ કે નિષ્ક્રિય અવસ્થામાં રહ્યુ છે. જેનુ પ્રક્ષેપણ વીતેલા વર્ષ 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યુ હતુ. ઈસરોના વૈજ્ઞાનિકો મુજબ યાનની સ્થિતિ બિલકુલ સામાન્ય છે. 24 સપ્ટેમ્બરના રોજ જ્યારે આ મંગળની કક્ષામાં દાખલ કરવામાં આવશે તો તેના એંજીનને 24 મિનિટ સુધી ચાલુ રાખવામાં આવશે.  જો એ સમયે એંજીન શરૂ નથી હોય તો શુ થશે ?  આ પ્રશ્નના જવાબમાં વૈજ્ઞાનિક બતાવે છે કે આ કોઈ મિશનનો અંત નહી હોય.  જો આવુ કઈ થશે તો વૈકલ્પિક રીત અપનાવાશે. જેના હેઠળ 8 થ્રસ્ટર્સને ફાયર કરીને યાનને કક્ષામાં દાખલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. યાનમાં આ થ્રસ્ટર્સને ઊંચાઈ અને દિશા કંટ્રોલ કરવા એ પણ બતાવાયુ છે કે જો વૈકલ્પિક રીતે મંગળની કક્ષામાં દાખલ થયુ તો ગ્રય્હના અભ્યાસનો મકસદ કયા હદ સુધી પુરૂ થઈ શકે એ સ્પષ્ટ નથી.