ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 જુલાઈ 2015 (12:45 IST)

જાણો કેમ ખાસ છે ભગવાન જગન્નાથની રથયાત્રા

આજથી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે. હિંદુ પંચાગ મુજબ અષાઢ માસન શુક્લ પક્ષની દ્વિતીયા તિથિને વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. તેમા ભગવાન જગન્નાથ  ભાઈ બળભદ્ર અને બહેન સુભ્રદ્રાની પ્રતિમાઓને ત્રણ જુદા જુદા દિવ્ય રથો પર મુકીને નગર ભ્રમણ કરાવવામાં આવે છે. રથયાત્રાના દર્શન માટે દેશ જ નહી દુનિયાભરના લાખો ભક્ત ઉમડે છે અને ભગવન જગ્ન્નાથના રથને ખેંચીને સ્વંયને ધન્ય અનુભવે છે. આ વર્ષની રથયાત્રા ખૂબ જ ખાસ છે કારણ કે 19 વર્ષ પછી ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભ્રદા આ ત્રણેયની મૂર્તિઓ બદલવામાં આવી છે. હવે નવી પ્રતિમાઓ રથમાં વિરાજિત કરી યાત્રા કાઢવામાં આવી છે. ભગવાનની નવી મૂર્તિયો ખાસ પ્રકારના લીમડાની લાકડીમાંથી બનાવવામાં આવે છે. જેને સ્થાનિક ભાષામાં દારૂ બ્રહ્મા કહેવામાં આવે છે. 

 કળયુગનું  પવિત્ર ધામ છે જગન્નાથપુરી - હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં ચારે ધામને એક યુગનુ પ્રતિક માનવામાં આવે છે. આ જ રીતે કળયુગના પવિત્ર ધામ જગન્નાથપુરી માનવામાં આવે છે જે ઓડિશા રાજ્યમાં આવેલુ છે. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથની પ્રતિમા રાધા અને શ્રીકૃષ્ણનુ યુગલ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણન ભગવાન જગન્નાથના જ અંશ સ્વરૂપ છે. તેથી ભગવાન જગન્નાથ ને જ પુર્ણ ઈશ્વર માનવામાં આવે છે. નવમા દિવસે પરત ફરે છે ભગવાન જગન્નાથ - રથયાત્રા મુખ્યમંદિરથી શરૂ થઈને 2 કિલોમીટ્ર દૂર સ્થિત ગૂંડીચા મંદિર પર સમાપ્ત થાય છે. જ્યા ભગવાન જગન્નાથ સાત દિવસ સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દસમીના દિવસે યાત્રા પરત ફરે છે.  જે મુખ્ય મંદિર પહોંચે છે અહી બહુડા યાત્રા કહેવાય છે. જગન્નાથ રથયાત્રા એક મહોત્સવ અને પર્વના રૂપમાં દેશમાં ઉજવાય છે. 

ભગવાન જગન્નાથના રથના અનેક નામ છે. જેવા કે ગરુડધ્વસ્જ કપિધ્વજ નંદીઘોષ વગેરે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનુ પ્રતિક હોય છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથના રથ પર સુદર્શન સ્તંભ પણ હો છે. આ સ્તંભ રથની રક્ષાનું પ્રતિક માનવામાં આવે છે. ભાઈ બલભદ્રના રથનું નમ તાલધ્વજ છે. તેમના રથ પર મહાદેવજીનુ પ્રતિક હોય છે. જ્યારે કે સુભદ્રાના રથનું નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ પર દેવી દુર્ગાનુ પ્રતિક મઢવામાં આવે છે. જગન્નાથ મંદિરનુ એક મોટુ આકર્ષણ છે અહીનું રસોડુ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે.   આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવનારા મહાપ્રસાદ તૈયાર થય છે. જેના માટે લગભગ 500 રસોડા અને તેમના 300 સહયોગી કામ કરે છે.  એવી માન્યતા છે કે  આ રસોડામાં જે પણ ભોગ બનાવવામાં આવે છે. તેનુ નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં થાય છે. ભોગ નિર્માણ માટે માટીના વાસણોનો ઉપયોગ થાય છે. 

સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે રથ યાત્રામાં જે વ્યક્તિ શ્રી જગન્નાથ જી ના નામનુ કીર્તન કરતા ગુંડીચા નગર સુધી જાય છે તે પુનર્જન્મથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ શ્રી જગન્નાથ જી નુ દર્શન કરતા પ્રણામ કરતા માર્ગના ધૂળ-કીચડમાં લપેટાઈને જાય છે તે સીધા ભગવાન શ્રી વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે. જે વ્યક્તિ ગૂંડિચા મંડપમાં રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા દેવીના દર્શન દક્ષિણ દિશા તરફ આવતા કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. 

રથયાત્રા એક એવુ પર્વ છે જેમા ભગવાન જગન્નાથ પોતે ચાલીને લોકો વચ્ચે આવે છે અને તેમના સુખ દુખમાં સહભાગી થાય છે. સબ માનિસા મોર પરજા (બધા મનુષ્ય મારી પ્રજા છે) આ તેમના ઉદ્દગાર છે.  ભગવાન જગન્નાથ તો પુરૂષોત્તમ છે. તેમા શ્રીરામ, શ્રીકૃષ્ણ બુદ્ધ મહાયાનનુ શૂન્ય અને ઉદવૈતનુ બ્રહ્મ સમાહિત છે. તેમના અનેક નામ છે તે પતિત પાવન છે.