શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (10:11 IST)

પનીરસેલ્વમનુ રાજીનામું, જયલલિતા ફરી બનશે મુખ્યમંત્રી

તમિલનાડુમાં મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે રાજીનામુ આપી દીધુ છે અને એઆઈએડીએમકે નેતા જે જયલલિતાએ પાર્ટી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરી લીધા છે. 
 
આ રીતે જયલલિતા માટે એકવાર ફરી મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 
 
પાર્ટી  પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ રબી બર્નાડેએ  જણાવ્યુ, "એઆઈએડીએમકે ધારાસભ્ય દળે સર્વ સમર્થનથી મેડમને નેતા તરીકે પસંદ કર્યા છે અને પનીરસેલ્વમે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.  
 
ગયા વર્ષે ભ્રષ્ટાચારના એક મામલે સજા થયા પછી જયલલિતાને મુખ્યમંત્રી પદ છોડવુ પડ્યુ હતુ. પણ તાજેતરમાં કર્ણાટક હાઈ કોર્ટે તેમને આવકથી વધુ સંપત્તિના આ મામલે મુક્ત કરી દીધા. 
 
શુક્રવારે ચેન્નઈમાં એઆઈએડીએમ ધારાસભ્યોની બેઠક થઈ. જેમા જયલલિતાને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કર્યા. ધારાસભ્ય દળની બેઠક પછી પનીરસેલ્વમ રાજભવન ગયા અને તેમણે પોતાનુ રાજીનામું સોંપી દીધુ.