શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 જુલાઈ 2015 (10:53 IST)

અન્ના હજારેએ કરી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત, ભૂષણ અને યોગેન્દ્ર સાથે સુલેહ કરવાની સલાહ

સામાજીક કાર્યકર્તા અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી અને તેમને કહ્યુ કે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્દ્ર યાદવને પાર્ટીમાંથી કાઢવા જોઈએ નહોતા. સાથે જ તેમણે સુલેહ કરવાની સલાહ આપતા કહ્યુ કે બંને જૂના મિત્રો છે. અન્ના સાથે અહી લગભગ 50 મિનિટ ચાલેલી મુલાકાત વિશે સમજાવવામાં આવે છે કેજરીવાલે અન્નાને દિલ્હીમાં પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો વિશે માહિતી આપી. 
 
મુલાકાતમાં ઉપ્ર મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો પણ સમાવેશ હતો. હજારે સાથે જોડાયેલ એક નિકટના સૂત્રએ જણાવ્યુ, 'અન્નાએ કેજરીવાલની સાથે યોગેન્દ્દ્ર યાદવ અને પ્રશાંતના નિષ્કસનના મુદ્દા પર વાત કરી. તેમણે તેણે જણાવ્યુ કે તેઓ જૂના મિત્રો છે જે ભ્રષ્ટાચર વિરોધી આંદોલનનો ભાગ રહ્યા છે.' કેજરીવાલે અન્નાને પાછલા મહિને પોતાના કરેલા કામોની વિગત આપી. દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આમ આદમી કૈંટીન, મોબાઈલ ક્લિનિક અને લાંચખોરી વિરુદ્ધ કામ વગેરે પહેલો વિશે  જણાવ્યુ. 
 
મુલાકાત પહેલા અન્નાએ સંવાદદાતાઓને જણાવ્યુ હતુ કે તેઓ લોકપાલ નિયુક્ત ન કરવા સહિત આપ ના બે પૂર્વ સભ્યોને બહાર કરવા અંગે કેજરીવાલ સાથે વાતચીત કરશે. લોકપલ સંબંધમાં સિસોદિયાએ કહ્યુ, 'લોકપાલ ખરડો આગામી સત્રમાં લાવવામાં આવશે ' પાર્ટીના નેતૃત્વ અને સંગઠનના અંદરના કામકાજ પર પ્રશ્ન ઉઠાવ્યા પછી ભૂષણ અને યાદવને પાર્ટી વિરોધી ગતિવિધિયોને લઈને એપ્રિલમાં પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા.