ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 23 એપ્રિલ 2015 (10:45 IST)

રેલીમાં આત્મહત્યા - ગજબના હતા ગજેન્દ્ર, જાણો તેમના વિશે આ વાતો

આમ આદમી પાર્ટીની રેલીમાં આત્મહત્યા કરનારા ગજેન્દ્ર સિંહ કલ્યાણવતના પરિજનો પાસે 10 એકર જમીન, એક કેરડાનું બાગ અને એક સાગવનનુ બગીચો છે. જો કે ગજેન્દ્રનુ દિલ ખેતીમાં લાગતુ નહોતુ. ત્રણ બાળકોના પિતા 43 વર્ષના ગજેન્દ્ર સિંહ વિશે પરિવારના સભ્યો અને મિત્રો કહે છે કે તેની રાજનીતિક મહત્વાકાંક્ષા હતી. ગજેન્દ્રએ 2008 અને 2013માં સમાજવાદી પાર્ટીના ટિકિટ પર બે વાર વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ ગજેન્દ્રની ઈચ્છા આમ આદમી પાર્ટી જોઈન કરવાની હતી. 
 
ગજેન્દ્રના ભત્રીજા અમિત સિંહ કલ્યાણવતે કહ્યુ કે તેમને 3-4 દિવસ પહેલા જ ગામ છોડ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે તેઓ દિલ્હી જઈને કેજરીવાલને મળવાનો પ્રયત્ન કરશે. એવુ કહીને ગયા હતા કે દિલ્હીમાં પોતાના કૉન્સ્ટેબલ ભાઈને ત્યા રહેશે. 
 
જયપુરથી 120 કિલોમીટર દૂર ગજેન્દ્રના ગામમાં તેમના ઘરના લોકોને કોઈ પત્રકારને હાલ મળવા નથી દેવામાં આવી રહ્યા. પડોશીઓનુ કહેવુ છે કે તેમના વૃદ્ધ પિતા અને તેમની પત્નીને મોત વિશે બતાવ્યુ નથી. પરિવારમાં લગ્ન છે. તેમના એક કાકા દિલ્હી માટે રવાના થઈ ગયા છે. આશા છે કે તેઓ ગુરૂવારે ગજેન્દ્રની લાશ લઈને ગામ પરત આવી જશે. 
એક કથિત સુસાઈડ નોટમાં ગજેન્દ્રએ લખ્યુ છે કે ગયા મહિને માવઠું અને બરફ પડવાથી તેનો પાક નષ્ટ થઈ ગયો છે. પણ સ્થાનીક અધિકારીઓનુ કહેવુ છે કે બસાવા જીલ્લો જ્યા ગજેન્દ્રનુ ગામ આવે છે.. પાક. માત્ર 20-25 ટકા જ ખરાબ થયો છે. આ બરબાદી રાજસ્થાનના બીજા ભાગોથી ખૂબ ઓછી છે. 
 
દૌસાના કાર્યવાહક ડિસ્ટ્રિક્ટૅ કલેક્ટર કૃષ્ણ ચંદ્ર શર્માએ ઈગ્લિશ છાપાને કહ્યુ. અમે લોકોએ ગજેન્દ્રના પરિજનોના ખેતરની સ્થિતિ જોવા માટે એક અધિકારીને મોકલ્યો છે આ રાજપૂત બહુલ ગામમાં ગજેન્દ્રનુ એક માળનુ પાકુ મકાન છે. ઘરની સામે જ ખેતર છે. એક બાજુ કરેડિયાનો બગીચો છે તો બીજી બાજુ સાગવાન(સાગ)નો બગીચો છે.  આ બંનેની વચ્ચે ઘઉંનો પાક છે. તેને જોતા લાગે છે કે આ પરિવાર ખેતી સારી કરે છે. 
 
ત્રણ ભાઈઓમાં ગજેન્દ્ર સૌથી મોટો હતો. તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ગજેન્દ્રના લગ્ન ઓછી વયે જ થઈ ગયા હતા. તેની સૌથી મોટી સંતાન પુત્રી છે જે 12માં ધોરણમાં ભણે છે. તેને 7 અને 10 વર્ષના બે પુત્ર છે.  તેના બાળકોમાંથી કોઈને પણ જાણ નથી કે તેના પિતાએ આત્મહત્યા કરી લીધી છે. 
 
રાજનીતિમાં રાતોરાત સફળતા ન મળતા ગજેન્દ્રએ હોટલ્સમાં ટુરીસ્ટોને રાજસ્થાની પાઘડી બાંધવનુ કામ શરૂ કર્યુ હતુ. ગજેન્દ્રના બાળપણના મિત્ર રમેશ બૈરવાએ કહ્યુ કે તે ખૂબ ઝડપથી પાઘડી બાંધતો હતો. રમેશે હોટેલ્સમાં પાઘડી બાંધતા ગજેન્દ્રના ફોટા પણ બતાવ્યા.  એક તસ્વીરમાં ગજેન્દ્ર કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની પાઘડી બાંધી રહ્યો છે. 2010માં ગજેન્દ્રએ સમૃદ્ધ દાઢી અને અલંકૃત પાઘડી સાથે રાજસ્થાની સાંસ્કૃતિક સ્પર્ધામાં મિસ્ટર ડેઝર્ટનો ખિતાબ જીત્યો હતો.