શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 મે 2015 (14:49 IST)

જાણો સલમાન ખાનને જેલ જતા બચાવનારા સુપર લોયર હરીશ સાલ્વે વિશે

સલમાન ખાન પર હિટ એન્‍ડ રન કેસમાં 5 વર્ષની સજા પર રોક લાગી ગઈ છે. પહેલા તો એવુ લાગતુ હતુ કે સંજય દત્તની જેમ પણ સલમાન પણ જેલમાં જશે પરંતુ આવા સમયે સલમાન અને તેમના પરિવાર માટે  ઈશ્વરના દૂત બન્‍યા હરિશ સાલ્‍વે નામના જાણીતા વકીલ. આ એ વકીલ છે જેમની ગણતરી દેશના સૌથી મોંઘા વકીલોમાં થાય છે. સાલ્વેએ દેશમાં અનેક મહત્વના કેસ લડ્યા છે.  સાલ્વે પાસે કેસ ગયા પછી જીતવાની આશા વધી જાય છે. જયલલિતા, અનિલ અંબાણી, ટાટા ગ્રુપ, વોડાફોન સહિતના કેસો લડનાર હરિશ સાલ્‍વે રોજની રૂ.૩૦ લાખની ફી છે.
 
 પુર્વ સોલીસીટર જનરલ સાલ્‍વે ખાસ સલમાન માટે દિલ્‍હીથી મુંબઇ પહોંચ્‍યા હતા. ગઇકાલે હરિશ સાલ્‍વેએ જે કરી બતાડયુ તેનાથી તેઓ કોર્પોરેટ ગૃહો, સેલીબ્રીટી અને રાજનેતાઓમાં વધુ પસંદગીના વકીલ થઇ ગયા. તેઓ ઘણી મહેનત કરે છે અને તેમની વિચારવાની ક્ષમતા જોરદાર છે. હરીશ સાલ્વેએ ભારત સરકારને પણ પોતાની સેવાઓ અપી છે. સાલ્વેએ 1999થી લઈને 2002 દરમિયાન દેશના સોલીલિટર જનરલાના રૂપમાં પણ સેવાઓ આપી ચુક્યા છે. 
 
હરીશ સાલ્વેનો જન્મ 1957માં નાગપુરમાં થયો હતો. સાલ્વેએ નાગપુરથી જ ગ્રેજ્યુએટ કર્યુ. ત્યારબાદ સાલ્વેએ સીએનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ સાલ્વેએ થોડો સમય ટૈક્સેશન સ્પેશલિસ્ટના રૂપમાં કામ કર્યુ.  સાલ્વેએ 1980માં પોતાની વકાલતી કેરિયરની શરૂઆત કરી.  
 
સાલ્વે એક ચાર્ટડ એકાઉન્ટંટ પણ છે. તેઓએ કરવેરા નિષ્ણાત તરીકે કામ કર્યું છે, પરંતુ બાદમાં પ્રખ્યાત  ટેક્સ વકીલ નાની પાલ્ખીવાલાએ તેઓને વકીલાત કરવાની પ્રેરણા આપી. તેઓએ 1980માં પોતાના લીગલ કરિયરની શરુઆત કરી. સાલ્વેને દિલ્હી હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યા.
 
સાલ્વેના પિતા નરેન્દ્ર કુમાર સાલ્વે કોંગ્રેસ નેતા હતા. બીજી બાજુ તેમના દાદા જાણીતા ક્રિમિનલ લૉયર હતા. વકાલાત ઉપરાંત હરીશ સાલ્વેને સંગીત અને પિયાનો વગાડવાનો પણ શોક હતો. 
 
સાલ્વેને 1999માં સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા. પરંતુ જ્યારે 2002માં તેઓને બીજી વાર આ પદ માટે ઓફર કરવામાં આવી તો તેઓએ ઈન્કાર કરી દીધો. સમાચારો પ્રમાણે તેઓએ આવું ગુજરાત રમખાણો મામલે શાસક પક્ષનાં વલણ સાથેનાં મતભેદોનાં કારણે કર્યું હતું. 


ફોટો - સાભાર ફેસબુક