શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 27 માર્ચ 2015 (12:48 IST)

'આપ' માં સુલેહ થવો મુશ્કેલ, યોગેન્દ્ર અને પ્રશાંત ભૂષણનું પાર્ટી બહાર જવુ નિશ્ચિત

આમ આદમી પાર્ટીમાં વીતેલા અનેક દિવસોમાં ચાલી રહેલ ઘમાસાન બંધ થવાનુ નામ નથી લઈ રહ્યુ. બીજી બાજુ પાર્ટીની અંદર સુલેહના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ હવે પાર્ટીમાંથી બહાર કરવામાં આવશે. બીજી બાજુ આ બંને નેતાઓએ કહ્યુ કે તેમણે રાજીનામુ નથી આપ્યુ. માહિતી મુજબ ગુરૂવારે બંને જૂથ વચ્ચે મઘ્યસ્થતાના બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. 'આપ'ની રાજનીતિક મામલાની કમેટી(પીએસી)એ આ બંને નેતાઓનુ રાષ્ટ્રીય કાર્યકરિણી તરફથી ત્યાગપત્ર મંજુર કરી લીધુ છે. ત્યારબાદ યોગેન્દ્ર યાદવે કહ્યુ જ્યારે મે રાજીનામુ આપ્યુ નથી તો તે મંજુર કેવી રીતે થઈ ગયુ. 
 
એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી સમાચાર મુજબ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને આમ આદમી પાર્ટીમાંથી બહાર કરવા લગભગ નક્કી છે. આ આશયનો પ્રસ્તાવ શનિવારે આપની નેશનલ કાઉંસિલમાં મુકવામાં આવશે. આ બંને નેતાઓને નેશનલ કાઉંસિલમાંથી બહાર કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે.  સાથે જ આ દરમિયાન બંને નેતાઓ વિરુદ્ધ પુરાવા રજુ કરવામાં આવશે. એંટી કેજરીવાલ ગ્રુપની આજે સાંજે બેઠક શક્ય છે.  વિવાદ ખતમ કરવા માટે 'આપ'ના આંતરિક લોકપાલ એડમિરલ એલ રામદાસે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. પણ તેમની આ બેઠકનું કોઈ પરિણામ ન નીકળ્યુ. 
 
'આપ'ની અંદરનો વિવાદ હવે સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે. પાર્ટીનુ કહેવુ છે કે પ્રશાંત અને યોગેન્દ્રની મોટાભાગની માંગ માની લેવામાં આવી છતા આ બંને નેતાઓ કેજરીવાલને પાર્ટી સંયોજક પદ પરથી હટી જવાના જીદ પર અડગ છે. 'આપ'એ તેમની આ માંગ નકારી દીધી છે. સંયોજક પદનો નિર્ણય પાર્ટીની 28 માર્ચના રોજ પ્રસ્તાવિત રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં થશે. 
 
પીએસી બેઠક પછી 'આપ'ના નેતા આશીષ ખેતાને કહ્યુ કે યોગેન્દ્ર યાદવને હરિયાણાના પ્રભારીનુ પદ આપવાની વાત થઈ હતી. અચાનક તેમને પ્રભારી નહી પણ સંયોજક પદ જોઈએ.  પાર્ટીએ કહ્યુ કે રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં જ સંયોજક પદનો નિર્ણય થશે.  બીજી બાજુ યોગેન્દ્રએ કહ્યુ કે તેમણે ક્યારેય રાજીનામુ આપ્યુ નથી. પણ તેની રજુઆત કરી હતી.  જો તેમની પાસે કોઈ પત્ર હોય તો તેને સાર્વજનિક કરે. યોગેન્દ્રએ કહ્યુ કે અમે ક્યારે કેજરીવાલને હટાવવાની વાત કરી નહોતી.  પ્રશાંત ભૂષણે કહ્યુ કે અમે તો ફક્ત સુધાર ઈચ્છીએ છીએ અને અરવિંદને મળવાનો સમય માંગી રહ્યા હતા. જે કઈ વાતો થઈ રહી છે તે બધી ખોટી છે.