શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 30 નવેમ્બર 2015 (14:40 IST)

સલીમના નિવેદનથી દુ:ખી રાજનાથે કહ્યુ-"800 વર્ષ પછી કોઈ હિંદુ શાસક મળ્યો છે", આવુ મે ક્યારેય કહ્યુ નથી

લોકસભામાં સોમવારે ઈન્ટોલરેંસ પર ચર્ચા શરૂ થઈ ગઈ. પણ એક કલાકની અંદર જ જોરદાર હંગામો થઈ ગયો. ઉલ્લેખનીય છે કે સલીમે એક આર્ટિકલનો હવાલો આપતા ગૃહ મંત્રી રાજનાથ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા. સીપીએમ નેતા સલીમે દાવો કર્યો કે રાજનાથે એકવાર કહ્યુ હતુ કે દેશને 800 વર્ષ પછી કોઈ હિંદુ શાસક મળ્યો છે. 
 
તેના પર રાજનાથે કહ્યુ કે, 'આજે હુ જેટલો દુ:ખી છુ. એટલો પહેલા પોલિટિકલ કેરિયરમાં ક્યારેય નથી થયો. મે ક્યારેય આવુ કોઈ નિવેદન આપ્યુ નથી. આવુ નિવેદન આપનારને ગૃહ મંત્રી તરીકે રહેવાનો કોઈ હક નથી. આ મુદ્દા પર જોરદાર હંગામો થયા પછી લોકસભાની કાર્યવાહી બપોરે 2.05 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. 
 
જાણો લોકસભામાં કેવી રીતે થયુ એક નિવેદન પર હંગામો ?
 
-સીપીએમ નેતા મોહમ્મદ સલીમે ઈંટોલરેંસના મુદ્દા પર ચર્ચા શરૂ કરી 
- સલીમે આઉટલુક મૈગઝીનની 16 નવેમ્બર 2014ની એક કૉપી લોકસભામાં જોવા મળી. 
સલીમ - લોકસભા ચૂંટણી પછી મોદીના પીએમ બનતા  રાજનાથ સિંહે કહ્યુ હતુ કે 800 વર્ષ પછી કોઈ હિંદુ દેશના શાસક બન્યા છે.  
 
સલીમના આ કહેતાજ બીજેપી મેંબર્સ હંગામો કરવા લાગ્યા. તેમણે સલીમને નિવેદન પરત લેવાની માંગ કરી. 
 
ગૃહ મંત્રી રાજનાથ સિંહ : કૃપયા મોહમ્મદ સલીમ એવુ બતાવે કે મે આવુ નિવેદન ક્યા આપ્યુ છે ?  કયા પ્રસંગ પર બોલ્યો છે  ? જો તેઓ આવુ ન બતાવી શકતા હોય તો તેમણે માફી માંગવી જોઈએ. 
 
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન - તમે દેશના ગૃહ મંત્રી રાજનાથ સિંહ પર ગંભીર આરોપ લગાવ્ય છે. શુ તમે આ સાબિત કરી શકો છો  ?
 
બીજેપી સભ્યોના હંગામા પછી પણ સલીમ પોતાના નિવેદન પર કાયમ રહ્યા. 
 
સલીમે કહ્યુ - હુ નિયમ જાણુ છુ. હુ આ મેગેઝીનના એક આર્ટિકલને કોટ કરી રહ્યો છુ. 
તૃણમૂળ નેતા સૌગત રૉય - જો રાજનાથ પોતાના આ નિવેદનનું ખંડન કરી રહ્યા છે તો શુ તેઓ મેગેઝીનને નોટિસ મોકલશે ? 
 
કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રુડી - જ્યારે ગૃહ મંત્રી આ સદનમાં આવુ કહી રહ્યા છે કે તેમણે આવુ નિવેદન નથી આપ્યુય તો સલીમે માફી માંગવી જોઈએ. સલીમે પોતાનુ નિવેદન પરત લેવુ પડશે નહી તો અમે આ સદનમાં બેસી નહી શકીએ. 
 
રાજનાથ - હુ આજે જેટલો દુખી થયો છુ એટલો ક્યારેય નથી થયો. આ પ્રકારનુ નિવેદન જો કોઈ ગૃહ મંત્રી આપે છે તો તેણે આ પદ પર કાયમ રહેવાનો કોઈ અધિકાર નથી. માઈનોરિટી કમ્યુનિટીને પણ આ વાતનો અંદાજ છે કે હુ ક્યરેય આવુ નિવેદન નથી આપતુ. જ્યારે પણ બોલુ છુ સમજી વિચારીને બોલુ છુ. 
 
સલીમ - મારો આવો કોઈ ઈરાદો નથી. હુ પણ 25 વર્ષથી સંસદમાં છુ.  મે કોઈને દુખી નથી કર્યા. જે કામ આઈબી, ગુપ્ત એજંસીઓને કરવાનુ હતુ કે જુઓ ગૃહ મંત્રીજી તમારા વિશે આવુ લખ્યુ છે તે કામ મે કરી દીધુ. 
 
સ્પીકર - સલીમનુ નિવેદન રેકોર્ડમાં નોંધવામાં નહી આવે. 
રુડી - મોહમ્મદ સલીમ જ્યા સુધી તમે તમારુ નિવેદન સાબિત નથી કરી શકતા ત્યા સુધી તેને પરત લઈ લેવુ જોઈએ. 
સ્પીકર - તમે ગૃહ મંત્રી પર વિશ્વાસ કરો અને તમારુ નિવેદન પર લો. 
બીજેપીના સભ્યોએ હંગામો કર્યો. જેના પર સલીમ વિફરાય ગયો. 
સલીમ - શુ હુ કાલ્પનિક વાતો કરી રહ્યો છુ ? હુ અહી ઉભો છુ.. શુ કરશો ? ફાંસી પર ચઢાવશો ? 
ત્યારબાદ સ્પીકરે લોકસભા એક કલાક માટે સ્થગિત કરી દીધી. 
 
શુ છે આ નિવેદનની હકીકત ?
 
- એવુ કહેવાય છેકે 800 વર્ષ પછી કોઈ હિંદુના દેશના શાસક બનવાનુ નિવેદન દિવંગત વીએચપી નેતા અશોક સિંઘલે આપ્યુ હતુ. 
- તેમણે ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ દિલ્હીમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસના એક પોગ્રામમાં આ વાત કરી હતી 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ સિંઘલે પોતાની સ્પીચમાં કહ્યુ હતુ કે દિલ્હીમાં 800 વર્ષ પછી સ્વાભિમાની હિદુ દ્વારા શાસન કરવામાં આવી રહ્યુ છે. પૃથ્વીરાજ ચૌહાણ પછી એક હિંદુના હાથમાં સત્તા આવી છે.