ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુંબઈ. , શુક્રવાર, 22 મે 2015 (17:04 IST)

ફિલ્મ સિટીમાં ફાયરિંગ, અમિતાભ બોલ્યા - ફક્ત 20 ફીટના અંતર પર થયુ ગેંગવોર શૂટઆઉટ

મુંબઈમાં ફિલ્મ સિટીના ગેટ નં 2 પાસે અજ્ઞાત લોકોએ એક વ્યક્તિને ગોળી મારી દીધી. આ 3 રાઉંડ ગોળીબાર હતો. એવુ કહેવાય રહ્યુ છે કે જે વ્યક્તિને ગોળી મારવામાં આવી એ અહી સિક્યોરિટી એજંસી ચલાવે છે. 
 
રાજૂ શિંદે નામના આ વ્યક્તિને ઘટના પછી તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પોલીસ મુજબ તેના પેટ અને હાથમાં મોટરસાઈકલ સવાર બે લોકોએ ગોળી મારી છે.  થોડીવાર સુધી બદમાશોએ પીછો પણ કર્યો પણ તેઓ પકડમાં ન આવ્યા. 
 
આ ઘટનાની જાણકારી આપતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યુ છે. જેમા તેમણે જણાવ્યુ છે કે તેમના કેટલી નિકટ આ ઘટના થઈ છે.