ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 મે 2015 (11:28 IST)

કિરણ રિજિજૂ બોલ્યા, હુ બીફ ખાઉં છુ, શુ મને કોઈ રોકી શકે ખરું ?

ગૌમાંસ ખાનારાઓને પાકિસ્તાન જવાની સલાહ આપનારા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નિવેદન પર ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂ ભડકી ગયા છે. રિજિજૂએ કહ્યુ કે હુ બીફ ખાઉં છુ. મને કોઈ રોકી શકે છે ખરુ ? 
 
કિરણ રિજિજૂનુ આ નિવેદન કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના એ નિવેદનનો જવાબ છે. જેમા તેમણે ગૌમાંસ ખાનારાને પાકિસ્તાન જવાનુ કહેવામાં આવ્યુ હતુ. ગૌમાંસ ખાનારાઓને પાકિસ્તાન જવાની સલાહ આપનારા નિવેદન સાથે સરકાર સહેમત નથી. નાણાકીય મંત્રી અરુણ જેટલી કહી ચુક્યા છે કે આ સરકારનુ વલણ નથી અને મુખ્તાર અબ્બાસ નકવીનુ આ વ્યક્તિગત નિવેદન છે. 
 
રિજિજૂના મુજબ તેમના સહકર્મી નકવીનું નિવેદન કોઈપણ આધાર વગરનું હતુ. રિજિજૂએ કહ્યુ કે હું અરુણાચલ પ્રદેશથી છુ અને બીફ ખાઉ છુ, શુ મને કોઈ રોકી શકે છે ? તેથી આપણે કોઈની આદતો વિશે ન બોલવુ જોઈએ. રિજિજૂના મુજબ આપણે એક લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ.  ક્યારેક કયારેક કેટલાક નિવેદન એવા આપવામાં આવે છે જેનો કોઈ આધાર નથી હોતો. જો કોઈ મીજો ઈસાઈ કહે છે કે આ ધરતી જીસસની છે તો પંજાબ હરિયાણામાં રહેનારો કોઈ વ્યક્તિને વાંધો કેમ હોય ? આપણે દરેક જગ્યાએ દરેકની ભાવનાઓનું સંન્માન કરીએ છીએ. 
 
રિજિજૂએ આગળ કહ્યુ કે જો મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં હિંદૂ મેજોરિટી છે અને જો તેઓ હિંદુ વિશ્વાસને માનનારા કાયદો બનાવે છે તો તેમને બનાવવા દો. પણ જે રાજ્યોમાં આપણે મેજોરિટીમાં છે.  જ્યા આપણે રહીએ છીએ તો અમને એ કરવા દો જે આપણે ઈચ્છીએ છીએ. તેથી કોઈને આ વાતથી પરેશાની ન હોવી જોઈએ કે આપણે કેવી રીતે રહીએ છીએ અન શુ ખાઈએ છીએ ?