ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 જુલાઈ 2015 (14:01 IST)

દિલ્હી એયરપોર્ટ પર ડો. કલામને રાષ્ટ્રપતિ મુખર્જી અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું પાર્થિવ શરીર વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યુ છે. એયરપોર્ટ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પીએમ નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્ર્પતિ હામિદ અંસારીએ ડો. કલામને શ્રદ્ધાંજલિ આપી. 
 
ત્રણેય સેનાઓના પ્રમુખોએ પોતાના પૂર્વ કમાંડર-ઈન-ચીફને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પોલીસ પ્રમુખ બીએસ બસ્સીએ પણ પૂર રાષ્ટ્રપતિને પુષ્પાંજલિ અર્પિત કરી. 
 
ડો. કલામનુ પાર્થિવ શરીર વાયુસેનાના વિશેષ સુપર Hercules વિમાન C-130 J થી દિલ્હી લાવવામાં આવ્યુ.  ત્યારબાદ તેના સરકારી રહેઠાણ 10 રાજાજી માર્ગ પર લઈ જવાશે. જ્યા બપોરે 4 વાગ્યે સામાન્ય જનતા અંતિમ દર્શન કરી શકશે. 
 
દિલ્હીમાં અંતિમ દર્શન પછી પાર્થિવ શરીરને તેમમા પૈતૃક ગામ રામેશ્વરમ લઈ જવાશે. જ્યા તેમને બુધવારે અંતિમ વિદાય આપવામાં આવશે. આ પહેલા શિલાંગ અને ગુવાહાટીમાં પણ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. 
 
મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિના રૂપમાં લોકપ્રિય થયેલ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનુ સોમવારે સાંજે આઈઆઈએમમાં એક વ્યાખ્યાન દરમિયાન હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ હતુ.  
 
ડો. કલામને સાંજે લગભગ છ વાગ્યે વ્યાખ્યાન દરમિયાન પડી ગયા પછી નાજુક હાલતમાં બેથની હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા અને તેમને બે કલાકથી વધુ સમય પછી તેમના નિધનની ચોખવટ કરવામાં આવી. ડો. કલામ ઓક્ટોબરમાં 84 વર્ષના થવાના હતા. 
 
દેશના સર્વાધિક લોકપ્રિય રાષ્ટ્રપતિ મનાતા કલામે 18 જુલાઈ 2002ના રોજ દેશના 11માં રાષ્ટ્રપતિના રૂપમાં પદ સાચવ્યુ. પણ રાષ્ટ્રપતિ પદ પર બીજા કાર્યકાળ માટે તેમના નામ પર સર્વસંમત્તિ ન બની શકી. તે રાજનીતિક ગલિયારોમાંથી બહારના રાષ્ટ્રપતિ હતા. 
 
 
ડો. કલામના પાર્થિવ શરીઅને દિલ્હીના તેમના ગૃહશહેર રામેશ્વરમ લઈ જવામાં આવશે. જ્યા તેમનો અંતિમ સંસ્કાર થશે. ગવર્નર શંગમુખનાથ પણ દિલ્હી આવશે. પૂર્વ રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી રહેલ એસએમ ખાને જણાવ્યુ કે કલામના પાર્થિવ શરીરને તેમના અધિકારિક રહેઠાણ 10 રાજાજી માર્ગ પર મુકવામાં આવશે. ડો. કલામના નિધન પર આખો દેશ ગમમાં ડૂબેલો છે. સાત દિવસોના રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યુ છે. બીજી બાજુ કલામના નિધન પર સોમવારે કેબિનેટ બેઠક થશે. આ બેઠકમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમ પર નિર્ણય થશે. 
 
કલામના રહેઠાણ પર સુરક્ષા વધારવામાં આવી 
 
પૂર્વ રાષ્ટ્રપતિ કલામના રહેઠાણની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. અંતિમ દર્શન આવનારા લોકોની ભીડને ધ્યાનમાં રારાખતા સમાન્ય લોકો માટે જુદુ ગેટ બનાવવામાં આવ્યુ છે. પહેલાથી હાજર સુરક્ષા બળોના ઉપરાંત સશસ્ત્ર બળોના કર્મચારીઓ પણ  ગોઠવવામાં આવ્યા છે. 
 
રામેશ્વરમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર 
સરકાર ડો. કલામના ઘરના લોકોના સતત સંપર્કમાં છે. તેમના ગૃહનગર રામેશ્વરમમાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે. શિલૉંગના બેથની હોસ્પિટલના ડોક્ટરોએ નિવેદન રજુ કરી જણાવ્યુ કે હોસ્પિટલ લાવતી વખતે પૂર્વ રાષ્ટ્રપતિનો શ્વાસ બંધ હતો. તેમનુ નિધન 7 વાગીને 45 મિનિટ પર થયુ. મિસાઈલ કાર્યક્રમના જનકની તબિયત બગડવા દરમિયાન આઈએમએમના કાર્યક્રમમાં પૃથ્વી પર લેક્ચર આપી રહ્યા હતા. IIM શિલૉંન્ગ જતા પહેલા કલામે ટ્વીટ કરી જણાવ્યુ હતુ, "હું લિવેબલ પ્લૈનેટ અર્થ વિષય પર લેક્ચર આપવા જઈ રહ્યો છુ.' 

દિલ્હીના કેટલાક પ્રાઈવેટ સ્કુલ ડો. કલામના નિધનના શોખમાં સોમવારે બંધ રહેશે. 
 
શોખ અને શ્રદ્ધાંજલિ
 
ડો. એપીજે અબ્દુલ કલામના નિધનથી આખા દેશમાં શોકની લહેર છવાય ગયા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તિયોએ ઉંડુ દુ:ખ વ્યક્ત કર્યુ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યુ, દેશ માટે ડો. કલામનુ યોગદાન ક્યારેય ન ભૂલનારા છે. તે યુવાઓ માટે પ્રેરણા હતા. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પણ શોખ પ્રગટ બતાવતા કહ્યુ, તેમણે જુદા જુદા ભાગમાં સારી ભૂમિકા ભજવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડો. કલામના નિધન પર શોક પ્રગટ કરતા તેમને માર્ગદર્શક બતાવ્યુ. 
 
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કલામના નિધન પર દુખ પ્રગટ કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ, 'દિલોને જીતનારા કલામના નિધનથી દુખી છુ. આરજેડીના મુખિયા લાલૂ પ્રસાદે કહ્યુ કે ડો. કલામ માત્ર એક મહાન રાષ્ટ્રપતિ જ નહોતા પણ એક મહાન વૈજ્ઞાનિક પણ હતા. બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કલામના નિધન પર શોખ બતાવ્યો. 
 
બોલીવુડ અને ખેલ જગતમાં પણ ગમના આંસૂ 
 
ડો. કલામના નિધન પર શોખની લહેરથી ફિલ્મી દુનિયાની આંસુ છે. સ્વર કોકિલા લતા મંગેશકરે કહ્યુ, 'હુ તેમને ખૂબ નિકટથી જાણતી હતી. તેમના નિધનની સમાચારથી ખૂબ દુખ થઈ રહ્યા છે. અભિનેતા અનુપમ ખેરે ટ્વીટર પર લખ્યુ, તેમને ખૂબ નિકટથી જાણતી હતી.  તેમના નિધનના સમાચારથી ખૂબ દુખ થઈ રહ્યુ છે. અભિનેતા અનુપમ ખેરે ટ્વીટર પર લખ્યુ. 'કલામનું અવસાન થવુ ફક્ત ભારત માટે આખી દુનિયા માટે ક્ષતિ છે.'
 
અભિનેતા શાહરૂખ ખાને પણ કલામના નિધન પર ઉંડો શોખ પ્રગટ કર્યો. તેમણે ટ્વીટર પર લખ્યુ, 'નિધનના સમાચાર સાંભળીને દુખ થયુ. ડો. કલામના નિધન પર પાકિસ્તાને પણ શોખ પ્રગટ કર્યો. બીજી બાજુ ગૃહ મંત્રાલયે નિવેદન રજુ કરી કહ્યુ, 'હંમેશા પોતાની દેશ સેવા માટે યાદ કરાશે નિધન.' સચિન તેંદુલકરે ટ્વીટર પર લખ્યુ, 'મહાન વ્યક્તિના જવાથી દેશમાં માતમ્ પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર કલામ આપણા બધા માટે પ્રેરણા હતા.' યોગગુરૂ સ્વામી રામદેવે પણ ડો. કલામના નિધન પર દુખ પ્રગટ કર્યુ. તેમણે  કહ્યુ કે કલામના નિધનના દેશને મહાન ક્ષતિ થઈ છે.