શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુંબઈ. , શનિવાર, 9 એપ્રિલ 2016 (11:24 IST)

મહારાષ્ટ્રના ટુકડા નહી થવા દઉ, કરવા હોય તો ગુજરાતના ટુકડા કરો - રાજ ઠાકરે

મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ ગુડી પડવા પર આયોજીત રેલીમાં ભાજપા અને સંઘ પર જોરદાર નિશાન સાધ્યુ. પૃથક વિદર્ભ અને મરાઠવાડા રાજ્યના મુદ્દા પર તેમણે કહ્યુ કે તેઓ મહારાષ્ટ્રના ટુકડા નહી થવા દે.  ટુકડા કરવા છે તો ગુજરાતના કરો. તેમણે કહ્યુ કે વર્તમાન મુખ્યમંત્રીએ મળીને વિદર્ભથી અત્યાર સુધી ત્રણ મુખ્યમંત્રી બન્યા છે. 
 
મરાઠવાડાથી પણ આટલા જ મુખ્યમંત્રીઓએ રાજ્યનુ નેતૃત્વ કર્યુ. તેમ છતા વિદર્ભ અને મરાઠવાડાનો વિકાસ ન થઈ શક્યો તો તેમા મહારાષ્ટ્રનો શુ દોષ છે. રાજે વિદર્ભ અને મરાઠવાડામાંથી કેન્દ્ર-રાજ્યમાં થયેલ મંત્રીઓની યાદી પણ વાંચીને સંભળાવી. 
 
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપા રણનીતિ હેઠળ નાના રાજ્યોના મુદ્દા પર સંઘને આગળ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે સંઘને વહેંચવાનો આટલો જ શોખ છે તો તે ગુજરાતના ભાગલા કરે. તેઓ મહારાષ્ટ્રને તોડવા નહી દે. મનસે પ્રમુખે આ દરમિયાન સંઘ વિચારક એમજી વૈદ્ય અને રાજ્યના પૂર્વ મહાઘિવક્તા શ્રીહરિ અણેની પણ આલોચના કરી.
 
મોદી-ફડણવીસ પર પણ સાધ્યુ નિશાન 
 
રાજે મોદી-ફડણવીસ પર પણ નિશાન સાધતા કહ્યુ કે અચ્છે દિન લાવવાનું વચ્ન આપનારા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે હવે દેશભક્ત અને દેશદ્રોહીનુ પ્રમાણપત્ર આપી રહ્યા છે. રાજે મુખ્યમંત્રી ફડણવીસને સ્કૂલના ક્લાસ મોનિટર જેવા બતાવ્યા. કહ્યુ કે રાજ્યમાં દુષ્કાળનો સામનો કરવાને બદલે ભારત માતા કી જય બોલી રહ્યા છે.  કહે છે કે ભલે ખુરશી જતી રહે ભારત માતા કી જય બોલતા રહેશે.  તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી પહેલા રાજ્યમાં આવેલ પડકારોનો સામનો કરે. પછી અમે પણ અભિમાન કરીશુ. સમગ્ર રાજ્યના લોકો ભારત માતા કી જય બોલશે.  તેમણે ભાજપા પર રામમંદિરનો મુદ્દો ભૂલવાનો આરોપ લગાવ્યો. 
 
શિવસેના સત્તા છોડી કેમ નથી દેતી 
 
રાજે શિવસેનાને નિશાન પર લેતા કહ્યુ કે ભાજપા શિવસેનાને સન્માન આપવા તૈયાર નથી તો તે સત્તા છોડી કેમ નથી દેતી. સરકારમાં હોવા છતા ખુદને વિપક્ષી દળ સાબિત કરવાની રણનીતિ યોગ્ય નથી.