બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 3 ઑગસ્ટ 2015 (12:42 IST)

સરકારે 857 પોર્ન સાઈટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો

રિપોર્ટ મુજબ ટેલિકોમ વિભાગને તરફથી શુક્રવારે સાંજે 857 પોર્ન વેબસાઈટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે કદાચ એ જ કારણ છે કે ટેલિકોમ કંપનીઓએ કેટલીક પોર્ન સાઈટ્સને બ્લોક કરી દીધી છે.  રિપોર્ટ મુજબ આ મામલા પર ઉદ્યોગનું કહેવુ છે કે અમે સરકારના આ આદેશને ત્યા સુધી નહી માનીએ જ્યા સુધી એ સ્પષ્ટ નથી કરવામાં આવતુ કે કંઈ સાઈટ્સને બ્લોક કરવાની છે અને કંઈ નહી. 
 
ગયા અઠવાડિયે કેટલાક ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે પોર્ન સાઈટ્સ બ્લોક કરી દીધી તો એ અટકળો લગાવવામાં આવવા લાગી કે સરકારે દેશમાં પોર્ન સાઈટ્સ પર બેન લગાવી દીધુ છે. હવે આ મીડિયા રિપોર્ટ દ્વારા આ સમાચારને બળ મળ્યુ છે. રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પ્રોવાઈડર્સને 850થી વધુ પોર્ન સાઈટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. 
 
એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે જાણીતા પોર્ન સાઈટ્સ બીએસએનએલ, એમટીએનએલ, વોડાફોન વગેરેના નેટવર્ક પર બ્લોક જોવા મળી. એક મીડિયા રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી જાણીતી 13 પોર્ન સાઈટ્સમાંથી 11નો એક્સેસ બંધ થઈ ગયો. 
 
બીજી બાજુ પોર્ન સાઈટ્સ બ્લોક થવાથી યૂઝર્સ નારાજ છે. તેમણે આ મુદ્દે પોતાનો વિરોધ જાહેર કર્યો છે. સાથે જ જાણીતા ફિલ્મકાર રામગોપાલ વર્મા ભારતમાં અશ્લીલ વેબસાઈટ પર પ્રતિબંધ વિરુદ્ધ છે. તેમણે ટ્વીટ કરી તેની આલોચના કરી છે. તેમને આને પ્રતિગામી પગલુ બતાવતા લખ્યુ કે અશ્લીલ વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવો લૈંગિક અપરાધોનું સમાધાન નથી.  તેમણે લખ્યુ કે ઈતિહાસમાં આવુ અનેકવાર જોવા મળ્યુ છે કે જો કોઈ સમય કોઈ વસ્તુ પર પ્રતિબંધ મુકવામાં આવે તો તે છુપી રીતે વધુ પ્રભાવમાં આવે છે.