બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (12:18 IST)

મોદી હિન્દુત્વનુ ગૌરવ - અમિત શાહ

બીજેપી અધ્યક્ષ અમિત શાહે સોમવારે વૃંદાવનમાં કંઈક એવુ કહ્યુ જેનાથી રાજનીતિક ગરમી વધી ગઈ છે. પોતાના મનની વાત કહેતા શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાચા હિંદુ રાષ્ટ્રવાદી ગણાવ્યા. જેને બીજેપી મિશન યૂપી 2017 માટે જમીન તૈયાર કરવાની કોશિશ પણ કહી શકે છે. 
 
શાહ બાંકે બિહારી મંદિરની મુલાકાત લેવા આવ્યા હતા. જ્યાર પછી તેમણે પ્રિયાકાંતજૂ મંદિરનુ ઉદ્દઘાટન કર્યુ. તેણે કહ્યુ કે મોદી પહેલા પ્રધાનમંત્રી છે જેમને બનારસના ઘાટ પર આરતી કરી અને વિકાસની તેમની અવધારણા ફક્ત ભૌતિક જ નથી પણ આધ્યાત્મિક પણ છે. નવા બનેલ પ્રિયાકાંતજૂ મંદિરમાં લગભગ બે લાખ લોકોની ભીડને સંબોધિત કરતા શાહે કહ્યુ કે મોદી દેશની સાચી સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવામાં લાગેલ છે અને આ સનાતન ધર્મ માટે ગર્વની વાત છે. 
 
શાહે કહ્યુ, "કાશીમાં આરતી પછી મોદી લાખો લોકોના દિલમાં એ વિચાર જન્માવ્યો છે કે તે દેશની સંસ્કૃતિની રક્ષા કરી શકે છે. શાહે 125 ગરીબ યુવતીઓને ચેક અને સાઈકલ પણ વહેંચી. કેન્દ્રની 'બેટઈ બચાવો-બેટી પઢાવો' પ્રોજેક્ટના હેઠળ એક ટ્રસ્ટ ઈન યુવતીઓની દેખરેખ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, મથુરાથી સાંસદ હેમા માલિની અને છત્તીસગઢના કૃષિ મંત્રી વૃજમોહન અગ્રવાલ પણ હાજર હતા.