શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 22 ઑગસ્ટ 2015 (11:25 IST)

પાકિસ્તાનમાં જ સંતાયો છે દાઉદ : RAW એકત્ર કર્યા પુરાવા અને ફોટા

1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના ગુનેગાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ સંતાયો છે. આ મોસ્ટ વોન્ટેડ આતંકીની પડોશી દેશમાં હાજરીના પુરતા પુરાવા એકવાર ફરી ભારતને હાથ લાગ્યા છે. દાઉદની ફોટો અને તેના પાકિસ્તાની પાસપોર્ટની કૉપીજ ભારતની ગુપ્ત એજંસી રિસર્ચ એંડ એનાલિસિસ વિંગ (RAW)એ એકત્ર કરી છે.  દાઉદની ફેમિલી સાથે સંકળાયેલ ટ્રેવલ ડૉક્યુમેંટ્સ રૉ ની આગેવાનીમાં બાકી એજંસીઓએ મેળવી છે. 23-24 ઓગસ્ટના રોજ જો ભારતના એનએસએ અજીત ડોભાલ અને પાકિસ્તાની એનએસએ સરતાજ અજીજ વચ્ચે વાત થાય છે તો ભારત આ પુરાવો રજુ કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન 22 વર્ષથી આ આતંકીને પોતાની ત્યા આશરો આપી રહેવાની વાતને નકારતુ રહ્યુ છે 
 
હવે કેવો દેખાય છે દાઉદ ?
 
નવી ફોટો અને પુરાવા મળવાનો ખુલાસો એક અંગ્રેજી છાપાની રિપોર્ટમાં થયો છે. એજંસીયોને ડૉનન્મી જે તાજી ફોટો મળી છે તેમા દાઉદ ક્લીન શેવ્ડ જોવા મળી રહ્યો છે તેના ચેહરા  પર કરચલીઓ છે. ફોટો દ્વારા એ પણ જાણ થાય છે કે દાઉદે કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી.  કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એ પણ દાવો છે કે દાઉદે સર્જરી દ્વારા પોતાનો ચહેરો બદલે એનાખ્યો છે.  દાવો છે કે ભારત સરકાર ખુદ દાઉદ ઈબ્રાહિમની લેટેસ્ટ ફોટો રજુ કરી શકે છે. 
 
પુરતા પુરાવામાં શુ શુ મળ્યુ ? દાઉદના કયા એડ્રેસનો ઉલ્લેખ છે  ?
 
- ભારતની ગુપ્ત એજંસી રૉ એ દાઉદની 2012ની એક ફોટો મળી છે. 
-દાઉદના 3 પાકિસ્તાની પાસપોર્ટ મળ્યા છે. 
- પણ ત્રણેયમાં દાઉદે જુદો જુદો એડ્રેસ લખાવ્યો છે. 
- દાઉદની પત્ની મેહજબીન શેખના ન આમ પર લાઈટનું બીલ મળ્યુ છે. બિલ એપ્રિલ 2015નુ છે. 
- આ  બિલ પર D-13, બ્લોક - 4 કરાચી ડેવલોપમેંટ અથોરિટી સેક્ટર 5 ક્લિફ્ટનનો એડ્રેસ નોંધાયેલ છે. 
 
દાઉદની ફેમિલીના ટ્રેવલ ડોક્યુમેંટ્સમાં શુ મળ્યુ  ?
 
- રૉ ઉપરાંત ભારતની બાકી ગુપ્ત એજંસીઓના હાથમાં જે પુરાવા આવ્યા છે તેના મુજબ દાઉદનો પરિવાર પાકિસ્તાનથી દુબઈ વચ્ચે અનેકવાર મુસાફરી કરી ચુક્યો છે. 
 
- ડોક્યુમેંટ્સના મુજબ દાઉદની પત્ની મેહજબીન અને પુત્રી માજિયા આ વર્ષે 4 જાન્યુઆરીના રોજ એમીરેટ્સ એયરલાઈંસની ફ્લાઈટથી કરાંચીથી દુબઈ ગયા હતા. 
 
- ત્યાથી તેઓ દાઉદની બીજી પુત્રી માહરૂખ અને જમાઈ જુનૈદ મિયાદાંદ (પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાંદનો પુત્ર)ના સાથે 11 જાન્યુઆરીના રોજ પરત ફર્યા. 
 
- ત્યારબાદ દાઉદની પત્ની એકવાર ફરી 19 ફેબ્રુઆરીના રોજ દુબઈ ગઈ અને 26 ફેબ્રુઆરીના રોજ પરત ફરી. 
 
- દાઉદનો પુત્ર મોઈન  તેની પત્ની સાનિયા અને બાળકોએ પણ માર્ચથી મે 2015 દરમિયાન અનેકવાર કરાંચીથી દુબઈની મુસાફરી કરી. 
 
- મોઈન પત્ની સાનિયા અને બાળકો સાથે 30 મે 2015ના રોજ દુબઈથી ફરી કરાચી આવ્યો. 
 
- ભારતીય એજંસીઓ પાસે દાઉદની ફેમિલીના બધા લોકોના પાસપોર્ટ નંબર અને એયર ટિકટ્સના ડિટેલ્સ છે. 
 
શુ દાઉદના નિકટના  પણ પાકિસ્તાનમાં છે 
 
પાકિસ્તાન દ્વારા દાઉદને લઈને ખોટુ બોલવુ આ વાતથી સાબિત થાય છે કે આ માફિયા ડૉનના ખૂબ જ નિકટના મનાતા જાબિર સાદિક, જાવેદ છોટાની અને જાવેદ પટેલ ઉર્ફ ચિકના પણ પાકિસ્તાનમાં જ છે. રેકોર્ડ્સથી જાણ થાય છે કે આ પણ પાકિસ્તાનથી દુબઈ આવતા જતા રહે છે. જાવેદ ચિકના જ એ વ્યક્તિ છે જેણે ટાઈગર મેમન સાથે મળીને મુંબઈ ધમાકાનું ષડયંત્ર રચ્યુ હતુ. એ હવાલા વેપાર સાથે સંકળાયેલો છે.  પાક ગુપ્ત એજંસી આઈએસઆઈ સાથે પણ તેના સંબંધો રહ્યા છે. 
 
એનએસએની બેઠકમાં મુકવામાં આવશે પુરાવા 
 
પાકિસ્તાનના અડિયલ વલણને કારણે બંને વચ્ચે પ્રસ્તાવિત એનએસએ લેવલની બેઠક ખટાશમાં પડતી જોવા મળી રહી છે. જો આ બેઠક થઈ તો તેમા ભારત આ તાજા પુરાવાને પાકિસ્તાન સામે મુકશે.  દાઉદ એક ઈંટરનેશનલ ટેરરિસ્ટ જાહેર થઈ ચુક્યો છે.  ઈંટરપોલે તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ રજુ કરી રાખી છે.