શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 જુલાઈ 2015 (14:53 IST)

જરૂર વાંચો - શુ છે યાકુબનો અપરાધ ? બોમ્બેમાં બ્લાસ્ટનું ષડયંત્ર કોણે અને કેમ રચ્યુ ?

મુંબઈની આર્થર રોડ જેલ (1994) માં પોતાની ધરપકડ પછીથી વર્ષ 2007 સુધી મતલબ કુલ 13 વર્ષ યાકુબ મેમન આ જેલમાં રહ્યો આ જેલની અંદર વિશેષ ટાડા કોર્ટ બનાવાઈ હતી. જેણે 12 માર્ચ 1993ના મુંબઈ બોમ્બકાંડ મામલે 12 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. 12માંથી 10 આરોપીઓની ફાંસી સુપ્રીમ કોર્ટે ઉમંરકેદમાં ફેરવી દીધી. જ્યારે કે એક આરોપીનું બીમારીથી મોત થઈ ગયુ. હવે આ મામલે ફાંસીની સજા મેળવનારો એકમાત્ર બચ્યો યાકુબ મેમન. યાકૂબ એ વ્યક્તિ છે જે એક સમયે એક સફળ ચાર્ટર્ડ એકાઉંટેંટ હતો. પણ આજે તે ફાંસી પર લટક્યો છે. 
 
યાકૂબ મેમન પોતાના ક્રિકેટ ખેલાડી પિતા અબ્દુલ રજ્જાકનો ત્રીજો પુત્ર હતો. દક્ષિણ મુંબઈના મોહમ્મદ અલી રોડ પર આજે જે સ્થાન પર આ એપાર્ટમેંટ ઉભુ છે ત્યા પહેલા એક ચાર માળની બિલ્ડિંગ હતી. જેને કડિયા બિલ્ડિંગના નામથી ઓળખાય છે. આ કડિયા બિલ્ડિંગની ત્રીજા માળના એક નાનકડા ઘરમાં યાકૂબ મેમન પોતાના બાકી 5 ભાઈઓ સાથે ઉછર્યો હતો. પાસે જ ઈસ્માઈલ બેગ મોહમ્મદ શાળામાંથી યાકૂબ અને તેના ભાઈઓએ દસમા સુધીનો અભ્યાસ કર્યો.  બાળપણથી જ યાકૂબને ગણિતમાં ખૂબ રસ હતો અને આ જ કારણ હતુ કે તેણે પોતાનુ કેરિયર એક ચાર્ટડ એકાઉટંટના રૂપમાં બનાવવાનુ નક્કી કર્યુ. 
 
1990માં યાકુબ મેમન ચાર્ટડ એકાઉંટેટ બની ગયો અને 1991મં તેણે પોતાના બાળપણના મિત્ર ચેતન મહેતા સાથે એક એકાઉંટિંગ ફર્મ શરૂ કર્યુ જેનુ નમ રાખ્યુ મેહતા એંડ મહેતા એસોશિએટ્સ.. પણ આ પાર્ટૅનરશિપ વધુ ન ચાલી. 1992માં ફર્મ ભંધ થઈ ગયુ અને  પછી યાકુએ એક નવી ફર્મની શરૂઆત કરી જેનુ નામ રાખ્યુ એઆર & સંસ. આ દરમિયાન તેણે પોતાના ભાઈ અયૂબ મેમન સાથે તિજારથ ઈંટરનેશનલ નામની એક એક્સપોર્ટ ફર્મ પણ ખોલી જે ખાડી દેશોમાં માંસના નિકાસનું કામ કરતી હતી. 
 
યાકૂબને પોતાના વેપારમાં સફળતા પર સફળતા મળતી ગઈ અને તે ટૂંક સમયમાં જ માહિમની અલ હુસૈની બિલ્ડિંગમાં 6 ફ્લેટ 
ખરીદી લીધા. આ બિલ્ડિંગમાં પહેલાથી જ તેના ભાઈ ટાઈગર મેમનના 2 ડુપ્લૈક્સ ફ્લેટ હતા. 1992માં તેણે મુંબઈના જાણીતા 
ઈસ્લામ જીમખાનામાં રાહીન નામની યુવતી સાથે લગ્ન કર્યા. એવુ કહેવાય છે કે લગ્ન વખતે અનેક ફિલ્મી હસ્તિયો હાજર હતી. 

 


1992માં અચાનક વાતાવરણ બદલાય ગયુ. અયોધ્યામાં બાબરી મસ્જિદનું માળખુ ઢળ્યા પછી મુંબઈમાં 2 વાર સાંપ્રદાયિક રમખાણો થયા. પહેલા રમખાણો ડિસેમ્બર 1992ના પ્રથમ અઠવાડિયામાં થયા અને બીજા જાન્યુઆરી 1993ના પહેલા અઠવાડિયામાં. રમખાણો પછી મેમન પરિવારમાં જે કંઈ થયુ તેનાથી જ મુંબઈ સીરિયલ બ્લાસ્ટની જમીન તૈયાર થઈ ગઈ હતી.  બાબરી મસ્જિદ તોડ્યા પછી મુંબઈમાં જે રમખાણો થયા તેમા તોફાનીઓએ ટાઈગર મેમનની ઓફિસ પણ સળગાવી નાખી. 
ત્યારબાદથી જ ટાઈગર મેમનના દિલમાં બદલાની આગ સળગી ઉઠી હતી અને આ આગમાં તે સમગ્ર મુંબઈને દઝાડવા માંગતો હતો આ માટે તેણે પાકિસ્તાન અને દુબઈના સંપર્કો દ્વારા મળીને એક ષડયંત્ર રચ્યુ. આ ષડયંત્રને પુર્ણ કરવા માટે તેણે પોતાના પરિવારનો પણ ઉપયોગ કર્યો જેમા યાકૂબ મેમનનો પણ સમાવેશ હતો. 
 
1992માં પિંટો લેડી જમશેદ જી રોડ પર એ જ સમ્રાટ સોસાયટીમાં પોતાની દુકાન ચલાવતો હતો. જ્યા યાકુબ મેમનની તિજારથ 
ઈંટરનેશનલ ઓફિસ હતી.  1992ની પરિસ્થિતિ પિંટોને આજે પણ યાદ છે. પિંટો મર્ચંટ નેવીમાંથી રિયાટરમેંટ  લઈને કોફિન અને લાશને લઈ જવા માટે ગાડીયો પુરી પાડતો હતો. મેમન પરિવારના પડોસી પિંટો અંડરટેકર બતાવે છે કે, "માણસો આસપાસથી જઈ રહ્યા અહ્તા. તેઓ તેની ઓફિસો સળગાવવાની કોશિશ કરી રહ્યા હતા. પણ અમે તેમને રોક્યા હતા. પણ અચાનક લોકો આવી ગયા અને ઓફિસ સળગાવી નાખી. 
 
યાકૂબ મેમનનુ ઓફિસ સળગાવ્યુ અને ત્યારબાદ વારો હતો બદલો લેવાનો. મુંબઈ પોલીસ અને સીબીઆઈનો આરોપ હતો કે મુંબઈ બોમ્બ ધમાકાનું ષડયંત્ર પાકિસ્તાની ગુપ્ત એજંસી આઈએસઆઈના અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમે આ માટે સ્મગલિંગનુ કામ જોનારા ટાઈગર મેમનની મદદથી અંજામ આપ્યો. આટલા મોટા ષડયંત્રને અંજામ આપવા માટે પૈસાના મોટા પાયા પર લેવડદેવડ થવાની હતી અને આ માટે ટાઈગર મેમનના સીએ ભાઈ યાકૂબ મેમનની મદદ લેવામાં આવી. મેમન પરિવારના વેપારનો તમામ હિસાબ કિતાબ યાકૂબ જ જોતો હતો. 

બોમ્બ ધમાકા પછી જ્યારે પોલીસે મેમનના ઘરની તપાસ કરી તો જાણવા મળ્યુ કે Hsbc bankની આ ટર્નર રોડ બ્રાંચમાં મેમન પરિવારના 4 એનઆરઆઈ એકાઉંટ છે. પોલીસ મુજબ દુબઈમાં બ્રિટિશ બેંક ઓફ મિડિલ ઈસ્ટની તરફ આ ચારો ખાતામાં 61,700 અમેરિકી ડોલર મોકલવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ ધમાકાનુ ષડયંત્ર લેવાનુ હતુ. યાકૂબ મેમનને આ બધા ખાતા હેંડલ કરવાનો અધિકાર હતો. 
 
પહેલુ એકાઉંટ ખાતુ મેમનની પત્ની શબાનાના નામ પર, બીજુ ખાતુ તેના ભાઈ અયૂબના નામ પર, ત્રીજુ ખાતુ અયૂબની પત્ની રેશમાના નામ પર અને ચોથુ ખાતુ સુલેમાન મેમનની પત્ની રુબીનાના નામ પર હતુ. આ ઉપરાંત ડેવલોપમેંટ કોર્પોરેશન બેંકની માહિમ શાખામાં મેમનની કંપની તિજારત ઈંટરનેશનલના ખાતા હતા. આ ખાતામાં પણ ડિસેમ્બર 1992 અને માર્ચ 1993ના દરમિયાન પૈસાની ભરે લેવદ-દેવડ થઈ અને ધમાકા પહેલા ખાતામાંથી પુર્ણ રકમ કાઢી લેવામાં આવી. મુંબઈ ક્રાઈમ બ્રાંચે કોર્ટને જણાવ્યુ કે યાકુબે જ 21 લાખ 90 હજાર રૂપિયાની રકમ મૈગનમ વીડિયોના પાર્ટનર સમીર હિંગોરા અનેહનીફ કડાવાલાને આપી જેથી  એ પૈસાને ષડયંત્રમાં સામેલ થનારા બીજા સભ્યો વચ્ચે વહેંચી શકાય. 
 
યાકૂબ મેમન પર ધમાકાના ષડયંત્રને અંજામ આપવા માટે ફક્ત પૈસાની લેવડ-દેવડનો જ આરોપ સાબિત નહોતો થયો પણ ટાડા કોર્ટએ જોયુ કે તેણે ષડયંત્રને અંજામ આપવા માટે જે લોકોને પાકિસ્તાન ટ્રેનિંગ માટે મોકલ્યા હતા તેમની હવાઈ ટિકિટ પણ યાકુબ મેમને જ બુક કરાવી હતી. 

વિસ્ફોટકોમાં ટાઈમર કેવી રીતે લગવવાનુ છે. હાથગોળા કેવી રીતે ફેંકવાના છે અને બોમ્બ ધમાકા પછી થનારા રમખાણો દરમિયાન એકે 47ની રાઈફલો કેવી રીતે ચલાવવાની છે આ માટે પાકિસ્તાની ગુપ્ત એજંસીએ પાકિસ્તાનમાં ટ્રેનિંગની વ્યવસ્થા કરી રાખી હતી.  ટાઈગર મેમને 15યુવકોને આ ટ્રેનિંગ અપાવવા માટે દુબઈ થતા પાકિસ્તાન મોકલ્યો. મુંબઈ પોલીસે કોર્ટમાં એવુ કહ્યુ હતુ કે આ યુવકોના દુબઈ અને પછી ત્યાથી પાકિસ્તાન જવા માટે હવાઈ જહાજની ટિકિટોની વ્યવસ્થા યાકૂબ મેમને ઈસ્ટ વેસ્ટ ટ્રેવેલ્સ નામની એજંસી ચલવનારા વ્યક્તિ અલતાફ અલી દ્વારા કરી હતી. અલતાફ અલીને પણ ટાડા કોર્ટે 6 વર્ષની જેલની સજા સંભળાવી. 
 
ષડયંત્રને અંજામ સુધી પહોંચાડવા માટે પૈસાની લેવડદેવડ કરવા પાકિસ્તાન જવા માટે ટિકિટની વ્યવસ્થા કરવા ઉપરાંત યાકુબ પર ત્રીજો સંગીન આરોપ સાબિત થયો હથિયારોને પોતાની પાસે રાખવાનો અને તેમને વહેંચવાનો. મુંબઈ પોલીસ મુજબ યાકૂબે પરિવારના ડ્રાઈવર રફીક માડીને 2 સૂટકેસ આપ્યા હતા જેમા હાથગોળા અને હથિયાર ભરેલા હતા. આ સૂટકેસ તેણે અમજદ મેહેરબક્શ અને અલતાફ અલી સુધી પહોંચાડવા માટે કહ્યુ હતુ. આ ઉપરાંત યાકૂબે ધમાકામાં ઉપયોગમાં લેનારી વાહનોની ખરીદદારી  પણ કરી. 
 
ષડયંત્રમાં પોતાના ભાગની ભૂમિકા ભજવીને યાકુબ 9 માર્ચ 1993ના રોજ પરિવારના બાકી સભ્યો સાથે દુબઈ રવાના થઈ ગયો. મેમન પરિવારમાંથી હવે ફક્ત મુખ્ય ષડયંત્રકર્તા ટાઈગર મેમન જ મુંબઈમાં રહી ગયો હતો જે 12 માર્ચના રોજ થયેલ ધમાકાના થોડા કલાક પહેલા જ દુબઈ માટે નીકળી ગયો. 

યાકૂબ મેમનની દલીલ છે કે તે આ ષડયંત્રથી અજાણ હતો. તેણે કોર્ટમાં કહ્યુ કે જે કંઈ કરાવ્યુ તે તેના ભાઈ ટાઈગર મેમને કરાવ્યુ અને તેની આ બ્લાસ્ટ સાથે કોઈ લેવડ-દેવડ નથી. 
 
યાકૂબ મેમનની પત્ની રાહીને જણાવ્યુ કે યાકૂબે સરેંડર કર્યુ છે અને તે નિર્દોષ છે. રાહીનનુ કહેવુ છે કે જો તે ખોટો હોત તો સરેંડર કરવા ક્યારેય ન આવતો. 
 
કોર્ટમાં ટાડા જજ પીડી કોદેએ બીજા તમામ પુરાવા ઉપરાંત પરિસ્થિતિજન્ય પુરાવા મતલબ 'circumstancial evidence'ને પણ આધાર માનતા યાકૂબ મેમનને ધમાકાનો દોષી ઠેરવ્યો અને યાકૂબ મેમનને ફાંસીની સજા આપી. સજા સંભળાવતી વખતે  જજ કોદેએ આ ટિપ્પ્ણી પણ કરી કે મેમન પરિવાર એકસાથે રહેતો હતો અને આવામાં આ અશક્ય છે કે પરિવારના સભ્યોને એ જાણ જ ન થાય કે શુ થઈ રહ્યુ છે. 
 
યાકૂબ અને તેમનો પરિવાર ભલે પોતાની નિર્દોષતાને લઈને તર્ક આપી રહ્યા હોય કે તે પોતાના ભાઈ ટાઈગરન કુકર્મોની સજા ભોગવી રહ્યો છે. પણ ટાડા કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એવુ માનવામાં આવ્યુ છે કે આ કેસમાં તમામ એવા પુરાવા આવ્યા છે જે એ  બતાવે છે કે યાકૂબ મેમનની ષડયંત્રમાં સ્વતંત્ર ભૂમિકા પણ હતી અને આ માટે મોતની સજાથી ઓછુ કશુ નથી હોઈ શકતુ.