ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 24 નવેમ્બર 2014 (09:45 IST)

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મુરલી દેવડાનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ્નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવડાનુ સોમવારે નિધન થઈ ગયુ. તેઓ 77 વર્ષના હતા. તેઓ કેંસરથી પીડિત હતા. આજે સાંજે ત્રણ વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુંબઈની  એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મુરલી દેવડાના મોત પર દુખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુકે રવિવારે જ તેમણે મુરલી દેવડાના પરિવારજનો પાસેથી તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી લીધી હતી અને બીજા દિવસે આ દુખદ સમાચાર મળ્યા. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તા અને નેતા તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે એકત્ર થવા લાગ્યા છે. 
 
 
1937માં મુંબઈમાં જન્મેલા મુરલી દેવડા મૂળરૂપે રાજસ્થાનના રહેવાસી હતા. યુપીએ એક અને બે સરકારોમાં દેવડા મુખ્ય પદો પર રહ્યા. દેવડાને પહેલા પેટ્રોલિયમ મંત્રી બનાવાયા હતા ત્યારબાદ આગામી સરકારમાં તેમને કોર્પોરેટ બાબતના મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 
 
સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાન નિષેધ કરવામાં સૌથી મોટી ભૂમિકા મુરલી દેવડાની હતી. દેવડાની જ અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના રાજનીતિક જીવનની શરૂઆત દેવડાએ ધારાસભ્યના રૂપમાં કરી હતી. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સમાજ સેવીના રૂપમા સક્રીય હતા. દેવડાના પુત્ર મિલિન્દ દેવડા મુંબઈથી સાંસદ હતા.