શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 25 જુલાઈ 2016 (15:52 IST)

ફુટબોલના મેદાનમાં ઉતર્યા દિગ્ગજ, અભિષેક બચ્ચનની ટીમે બાબા રામદેવને હરાવ્યા

દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રવિવારે ફુટબોલના મહામુકાબલા માટે દેશના અનેક દિગ્ગજ મેદાનમાં ઉતર્યા. બધા દિગ્ગજોને ચીયર કરવા માટે દિલ્હીવાસી સ્ટેડિયમમાં એકત્ર થયા. રાજનીતિના દિગ્ગજો અને બોલીવુડ સ્ટાર્સની વચ્ચે ફુટબોલ મેચ રમાયો. બોલીવુડ ટીમની કપ્તાની અભિષેક બચ્ચને કરી અને નેતાઓની કપ્તાનીની જવાબદારી યોગગુરૂ બાબા રામદેવે સંભાળી. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત જેવા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે આ ચેરિટી મેચ રમાઈ. રાજધાનીમાં આયોજીત આ મહામુકાબલામાં બોલીવુડથી અભિષેક બચ્ચન, ડિનો મોરિયા, રણવીર કપૂર, શબીર અહલૂવાલિયા, કરન વાહી જેવા કલાકાર ફુટબોલ રમતા જોવા મળ્યા. તો બીજી બાજુ મનોજ તિવારી, બાબુલ સુપ્રિયો, પ્રવેશ વર્મા જેવા નેતાઓ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં મેદાનમાં પરસેવો પાડતા જોવા મળ્યા. આ રોમાંચક મેચમાં બાબા રામદેવ પણ પોતાનો દમા બતાવવામાં પાછા ન પડ્યા. 
 
બાબા રામદેવ અને બાબુલ સુપ્રિયોએ આ અવસર પર રિયો ઓલંપિકમાં જનારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. મેચમાં બાબુલ સુપ્રિયો, પ્રવેશ વર્મા અને મનોજ તિવારીએ પોતાની ટીમને બચાવવા ખૂબ દમ લગાવ્યો. પણ બોલીવુડ સ્ટાર્સ ગોલ પર ગોલ બનાવતા ગયા અને નેતાઓનો સ્કોર જીરો પર જ  અટકી ગયો. આ રીતે ફુટબોલની આ રોમાંચક મેચ 10-0ના સ્કોર પર સમેટાઈ ગઈ અને અભિષેક બચ્ચનની ટીમ જીતી ગઈ. લોકોએ આ ચેરિટી મેચનો ખૂબ આનંદ ઉઠાવ્યો.