મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 16 સપ્ટેમ્બર 2014 (11:56 IST)

PM મોદીની મેક ઈન ઈંડિયા યોજનાની શરૂઆત

કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઈન ઈંડિયા યોજના તરફ પ્રથમ પગલુ આગળ ધપાવ્યુ છે. મેક ઈન ઈંડિયાને હકીકત બનાવવા માટે કેબિનેટે એક સ્કીમને મંજૂરી આપી છે. જેના હેઠળ કેપિટલ ગુડ્સ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્કીમ હેઠક નવી તકનીકનુ અધિગ્રહણ થશે અને ઈંફ્રાસ્ટ્રક્ચર સાથે જોડયેલ કેટલીક સુવિદ્યાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.  
 
મેક ઈન ઈંડિયા સ્કીમ હેઠળ પહેલા પાયલોટ પ્રોજેક્ટ લોંચ થશે. હાલ સ્કીમ માટે 930 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને સરકાર યોજના માટે 581 કરોડ રૂપિયા આપશે. આખી યોજના પર 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ શક્ય છે.